Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Mother's Day 2024: પ્યારી મા સાથે જુઓ આ મૂવીઝ અને સીરિઝ, યાદગાર બની જશે દિવસ
બોલિવૂડની પીઢ અભિનેત્રી શ્રીદેવીની ફિલ્મ 'મોમ' મધર્સ ડે પર જોવા માટે ખૂબ જ સારી ફિલ્મ છે. આ ફિલ્મ બતાવે છે કે કેવી રીતે માતા પોતાના બાળકની સુરક્ષા માટે કંઈ પણ કરી શકે છે. તમને આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Netflix પર જોવા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૃતિ સેનનની ફિલ્મ 'મિમી'માં પણ માતા અને બાળકની સુંદર વાર્તા બતાવવામાં આવી છે. આ ફિલ્મ માટે અભિનેત્રીને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો.
શ્રીદેવીની બીજી ફિલ્મમાં એક માતાનું દર્દ બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મ છે 'ઈંગ્લિશ વિંગ્લિશ'. આ ફિલ્મ 2012માં રિલીઝ થઈ હતી પરંતુ હવે તમે તેને પ્રાઇમ વીડિયો પર જોઈ શકો છો.
'બધાઈ હો' એક કોમેડી ફિલ્મ છે. મધર્સ ડેના અવસર પર તમે આ ફિલ્મ પણ જોઈ શકો છો. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઈ શકાય છે.
'નીલ બટ્ટે સન્નાટા' મધર્સ ડે પર જોવા માટે એક પરફેક્ટ ફિલ્મ છે. આ ફિલ્મમાં મા-દીકરીનું બંધન બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મ કોમેડી સાથે અનેક ઈમોશન્સ પણ દર્શાવે છે. આ ફિલ્મ પ્રાઇમ વીડિયો પર ઉપલબ્ધ છે.
આલિયા ભટ્ટ અને વિજય વર્માની ફિલ્મ 'ડાર્લિંગ' પણ ઘણી પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ માતા-પુત્રીના સંબંધોની ખૂબ જ રસપ્રદ વાર્તા છે. તમે તેને Netflix પર જોઈ શકો છો.
રાની મુખર્જી સ્ટારર ફિલ્મ 'મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે'માં એક માતાની દર્દનાક કહાની બતાવવામાં આવી છે. તમે Netflix પર આ ફિલ્મની મજા માણી શકો છો.