Hanuman Mandir: અરવિંદ કેજરીવાલે પત્ની સાથે હનુમાન મંદિરમાં કર્યા દર્શન,જુઓ તસવીરો
Delhi Hanuman Mandir News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શનિવારે AAP માટે ચૂંટણી પ્રચાર શરૂ કરતા પહેલા હનુમાન મંદિર પહોંચ્યા અને બજરંગ બલીના દર્શન કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બજરંગ બલીના આશીર્વાદ લેવા માટે રાષ્ટ્રીય રાજધાનીના કનોટ પ્લેસના પ્રખ્યાત હનુમાન મંદિર પહોંચ્યા હતા.
સીએમ અરવિંદ કેજરીવાલે તેમની પત્ની સુનીતા કેજરીવાલે હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.
આ દરમિયાન દિલ્હીના સીએમ સાથે પંજાબના સીએમ ભગવંત માન અને AAP સાંસદ સંજય સિંહ પણ તેમની સાથે હાજર હતા.
બજરંગ બલીના દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હનુમાનજીના આશીર્વાદ તમામ દેશવાસીઓ પર રહે તેવી શુભેચ્છા પાઠવી છે.
આ પહેલા સુનીતા કેજરીવાલ હનુમાન જયંતિ (23 એપ્રિલ) પર હનુમાન મંદિર પહોંચ્યા હતા. તે સમયે તેમણે કહ્યું હતું કે, તેમને આશા છે કે અરવિંદ કેજરીવાલ સાથે ટૂંક સમયમાં અહીં આવશે.
લોકસભા ચૂંટણી પ્રચાર માટે 10 મેના રોજ સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ સીએમ અરવિંદ કેજરીવાલ 11 મેના રોજ હનુમાન મંદિર પહોંચ્યા હતા. આ પછી તેઓ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરશે.