Nicole Scherzinger Photo: થેરાપીના ચક્કરમાં કાદવમાં પડી આ એક્ટ્રેસ
હોલિવૂડ સિંગર અને એક્ટ્રેસ નિકોલ (Nicole Scherzinger) ને ભાગ્યે જ કોઇ નહી ઓળખતું હોય. હાલમાં જ નિકોલની કેટલીક એવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે જેમાં તે કાદવમાં લથબથ જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિકોલના આ ફોટામાં તમે જોઈ શકો છો કે તેનું આખું શરીર કાદવમાં લપેટાયેલું છે. જેના કારણે તેનો ચહેરો પણ સ્પષ્ટ દેખાતો નથી.
હકીકતમાં નિકોલે મડ બાથ થેરાપી લીધી હતી જેના કારણે તે સંપૂર્ણપણે કાદવમાં ઢંકાઈ ગઇ હતી. નિકોલની આ તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.
આ દિવસોમાં નિકોલ સ્પેનમાં તેના મિત્રો સાથે વેકેશન માણી રહી છે. નિકોલ સિવાય તમે આ તસવીરોમાં તેના મિત્રોને પણ જોઈ શકો છો.
નિકોલની આ મડ બાથ તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
એક રિપોર્ટ અનુસાર, નિકોલે ત્વચાની સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે આ મડ બાથ લીધું છે.
નિકોલની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.