સુપર વાયરલ 'બચપન કા પ્યાર.....'ના મૂળ સર્જકો છે ગુજરાતી, જાણો 2019માં ઓરિજિનલી કોણે બનાવેલું આ સોંગ ?
અમદાવાદઃ આજકાલ સોશ્યલ મીડિયા પર બસપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે.... (Baspan Ka Pyaar) ગીત ખુબ વાયરલ થઇ રહ્યું છે. આ ગીતને છત્તીસગઢના એક નાના છોકરા સહદેવ કુમાર દિર્દો ગાતો દેખાઇ રહ્યો છે. આ ગીત એટલુ બધુ પૉપ્યૂલર થઇ ગયુ છે કે સોશ્યલ મીડિયા પર બધી જ જગ્યાએ આ દેખાઇ રહ્યું છે, લોકોએ આના પર કરોડો મીમ્સ અને વીડિયો પણ બનાવી દીધા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસહદેવાના આ ગીત પર મોટા મોટા સેલેબ્સ પણ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ તૈયાર કરી રહ્યાં છે. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે આ ગીતનો અસલી કલાકાર અને સિંગર સહદેવ નથી પરંતુ એક ગુજરાતી છે.
બચપન કા પ્યાર ગીતને ગુજરાતના એક આદિવાસી લોકગાયક કમલેશ બારોટે ગાયુ છે. આ ગીત આજથી ત્રણ વર્ષ પહેલા જ એટલે કે 2018માં જ બની ગયુ છુ.
કમલેશ બારોટે ગાયુ છે, અને આને મ્યૂઝિક મયૂર નાડિયાએ આપ્યુ છે, અને આ ગીતને પીપી બરિયાએ લખ્યુ છે. આના ઓરિજિનલ વર્ઝનને પણ યુટ્યૂબ પર અત્યાર સુધી લાખોમાં વ્યૂઝ મળી ચૂક્યા છે.
કમલેશ બારોટ અનુસાર, આ ગીત 2018માં બન્યુ હતુ, બાદમાં આના રાઇટ્સ અમદાવાદની એક કંપની મેશવા ફિલ્મ્સે ખરીદી લીધા અને આને 2019માં યુટ્યૂબ પર રિલીઝ કર્યુ હતુ
ઉલ્લેખનીય છે કે, સહદેવના સ્કૂલ ટીચરે 2019માં બચપન કા પ્યાર ગીત ગાતા તેનો એક વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. વાદળી રંગનો શર્ટ પહેરેલા સહદેવ કેમેરાની સામે જોઇને આ ગીત ગાઇ રહ્યો છે. આ વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.