કોણ છે 60 વર્ષીય Michelle Yeoh, જે બની શ્રેષ્ઠ અભિનેત્રી, ઓસ્કાર જીતનારી પ્રથમ એશિયન મહિલા
મિશેલ યોહને આ ટાઇટલ ફિલ્મ 'એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ' માટે મળ્યું છે. મિશેલ યોહ વિશ્વની શ્રેષ્ઠ એક્શન અભિનેત્રીઓમાંની એક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App95 એકેડેમી એવોર્ડ ઓસ્કાર 2023 પૂરો થઈ ગયો છે. હોલીવુડ અભિનેત્રી મિશેલ યોહને શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર એવોર્ડ મળ્યો છે.
મિશેલ યોહ 60 વર્ષની ઉંમરે પણ ઘણી હિટ ફિલ્મો આપે છે. તેણે 1990માં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેમના નામે અનેક એવોર્ડ નોંધાયેલા છે.
મિશેલ યોહને ફિલ્મ 'એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. ફિલ્મ 'એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ'ને પણ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મે 7 કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે.
એકેડેમી એવોર્ડ્સે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જાહેરાત કરી કે મિશેલ યોહ શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર જીતનાર પ્રથમ એશિયન મહિલા છે.
જેઓ નથી જાણતા તેમના માટે, મિશેલ યોહ એક મલેશિયન અભિનેત્રી હોંગકોંગમાં રહે છે. જે પોતાની એક્શન ફિલ્મો માટે જાણીતી છે.
મિશેલ યોહનો જન્મ 6 ઓગસ્ટ 1962ના રોજ મલેશિયાના ઇપોહ શહેરમાં થયો હતો. મિશેલ યોહ 60 વર્ષની છે. પરંતુ આ ઉંમરે પણ તે યુવા અભિનેત્રીની જેમ ફિટ દેખાય છે.