Mahira Wedding: આઇસ બ્લૂ ચણીયા-ચોળીમાં ગજબની સુંદર લાગી પાકિસ્તાની હીરોઇન માહિરા ખાન, લગ્નની અનસીન તસવીરો...
Mahira Khan Wedding: તાજેતરમાં જ પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાનની ચર્ચા ભારતમાં પણ જોરશોરથી થઇ રહી છે, કેમ કે તેને હમણાં જ બીજીવારના લગ્ન કર્યા છે. લગ્ન તો થઇ ગયા પરંતુ હવે તેના ગ્રાન્ડ વેડિંગની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તે આઇસ બ્લૂ ચણીયા-ચોળીમાં ગજબની સુંદર દેખાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાહિરા ખાને પોતાના બૉયફ્રેન્ડ સલીમ સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્નની તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
માહિરાએ લગ્નની નવી તસવીરો શેર કરી છે. જેને જોઈને તમે તમારી નજર હટાવી શકશો નહીં.
માહિરાએ લગ્નમાં આઈસ બ્લૂ કલરનો લહેંગા પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. લેટેસ્ટ તસવીરોમાં માહિરા એકલી પૉઝ આપતી જોવા મળી રહી છે.
માહિરાના લહેંગાને ડિઝાઈનર ફરાઝ મનને બનાવ્યો છે. માહિરાની આ તસવીરો પર ફેન્સ ખુબ જ કૉમેન્ટ કરી રહ્યા છે.
અભિનેત્રી મૌની રોયે લખ્યું- કોઈ આટલું સુંદર કેવી રીતે દેખાઈ શકે? ડિવાઇન. વળી, કેટલાય ફેન્સ હાર્ટ ઇમૉજી પૉસ્ટ કરી રહ્યા છે.
માહિરા ખાન લાંબા સમયથી સલીમને ડેટ કરી રહી હતી. તેણે 2020માં પહેલીવાર વાતચીતમાં સલીમ વિશે ખુલાસો કર્યો હતો.