Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
Aishwarya Rai Doppelganger: એશ્વર્યા રાય બચ્ચનની હમશક્લ છે આ પાકિસ્તાની હસીના, જુઓ ફોટો
બોલિવૂડ સ્ટાર્સના હમશક્લ એટલે કે તેમના જેવા જ દેખાતા ઘણા લોકો છે. ત્યારે આવી જ એક યુવતિ છે જે અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન જેવી જ દેખાય છે. સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા જેવી દેખાતી આ એક્ટ્રેસની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય જેવી દેખાતી આ સુંદર અભિનેત્રી વિશે જાણવા માટે દરેક લોકો ઉત્સુક છે. સોશિયલ મીડિયા પર આ એક્ટ્રેસનો ફોટો જોઈને લોકો કન્ફ્યુઝ થઈ રહ્યા છે.
અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કોણ છે આ સુંદરી જે ઐશ્વર્યા રાય બચ્ચન જેવી લાગે છે. તો આ સુંદરીનું નામ આમના ઈમરાન છે અને તે પાકિસ્તાનની છે. પરંતુ હવે તે અમેરિકામાં રહે છે અને ટિક ટોક સ્ટાર પણ છે.
આમના ઈમરાનનો ચહેરો બિલકુલ બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન જેવો દેખાય છે. આ બંને સુંદરીઓના ફોટા જોઈને તમે દંગ રહી જશો.
આમના ઈમરાન ઐશ્વર્યા રાયની મોટી ફેન છે. ઘણીવાર સોશિયલ મીડિયા પર આમના ઐશ્વર્યા રાયના ગીતો અને ડાયલોગ્સ પર વીડિયો બનાવતી જોવા મળે છે.
આટલું જ નહીં, આમનાએ ઐશ્વર્યા રાય બચ્ચનની ડ્રેસિંગ સેન્સ અપનાવીને ચાહકોને ચોંકાવી દીધા હતા. ફોટો જોઈને તમે પણ કહેવા મજબૂર થઈ જશો કે આ ઐશ્વર્યા રાયની બે કોપી છે.
ઐશ્વર્યા રાયની હમશક્લ હોવાને કારણે આમના ઇમરાનનું નામ દરરોજ હેડલાઇન્સમાં રહે છે. આ સાથે તે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પણ લાઇમલાઇટનો હિસ્સો રહે છે.
આમના ઈમરાનની આ સ્ટાઈલ લોકોને ખૂબ પસંદ આવે છે. ઐશ્વર્યા રાયના લુકમાં તેના ફોટો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.