Palak Tiwari: ઈબ્રાહિમ અલી ખાન સાથેના ફોટોને લઈ હવે પલક તિવારીએ આપ્યું આવું નિવેદન
પલક તિવારીએ હમણાં જ ઈબ્રાહિમ સાથે પોતાના ફોટોને લઈ મૌન તોડ્યું છે. પલકે કહ્યું કે પૈપરાજી (ફોટોગ્રાફર્સ)એ તેમને ઘણી અસહજ કરી દીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપલકે કહ્યું કે, ફેમસ થવાનું આ પાસું તેના માટે એકદમ નવું હતું. તેણીએ કહ્યું કે, આ વિશેષ પાસું મારા માટે ઘણું નવું છે, એટલે હું એટલી ચકીત રહી ગઈ કે ઓહ.. લોકો આટલું પણ ધ્યાન રાખે છે.
પલકે વધુમાં જણાવ્યું કે, એવું નથી કે મને બીજા લોકો સાથે નથી જોવાઈ, મને લાગે છે કે આ મારા માટે નવું હતું અને હું થોડી અચંબિત પણ હતી અને તેનાથી હું અસહજ થઈ ગઈ હતી.
પલકે આગળ કહ્યું કે, મને ખબર છે કે, હું જે કરવા માંગુ છું તે આ સ્ટારડમનો જ એક ભાગ છે અને જો એ એવું હોય તો એવું રહેવું જોઈએ. કારણ કે, હું આ કામ કરવા ઈચ્છું છું અને મને જે પણ મળશે તે હું લઈશ પરંતુ હું આ કામ કરીશ.
વાયરલ થયેલા ફોટોમાં ઈબ્રાહિમ અને પલક એક રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી રહ્યાં હતાં અને આ દરમિયાન તેમને કેમેરામાં કૈદ કરી લેવામાં આવ્યાં હતાં.
આ ઘટના બાદ તરત જ યુટ્યુબર સિદ્ધાર્થ કન્નન સાથે ઈન્ટરવ્યુમાં પલકે કહ્યું કે તે અને ઈબ્રાહિમ ફક્ત સારા દોસ્ત છે. આ જ કારણ છે કે તેણીએ આના પર વધારે ધ્યાન નથી આપ્યું.