Priyanka Chopra એ પતિ સાથે શેર કરી એવી ખરાબ તસવીર કે બહેન Parineeti Chopra જોઇને ભડકી, બોલી- અહીં પરિવારના લોકો પણ છે ને.................
મુંબઇઃ પ્રિયંકા ચોપડા ઘણા સમય બાદ કામમાંથી નવરી પડીને તે હવે આજકાલ પતિ નિક જોનાસ સાથે સમય વિતાવી રહી છે. આ જોડીને કેટલીક તસવીરો સામે આવી છે, જે ખુબ ચર્ચામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરો પ્રિયંકાએ ખુદ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ જોઇને ફેન્સ પુછી રહ્યાં છે કે નિક જોનાસ કરી શું રહ્યો છે? પ્રિયંકાની બહેન પરિણીતી ચોપડા આ તસવીર જોઇને ભડકી ગઇ છે. તેને લખ્યું- જીજાજી, દીદી, આ તમે લોકો શું કરી રહ્યાં છો. ઇન્સ્ટા પર પરિવારના લોકો પણ છે, હું મારી આંખો બંધ કરીને આના પર લાઇકનુ બટન દબાવી રહી છું.
ઉલ્લેખનીય છે કે કામના સિલસિલામાં આ બન્ને સ્ટાર્સ હંમેશા અલગ અલગ શહેરમાં રહે છે, અને મહિનાઓ બાદ તેમની મુલાકાત થાય છે. થોડાક દિવસો પહેલા જ્યારે પ્રિયંકા નિકને મળી તો આ તસવીર શેર કરી હતી.
આ વર્ષે જુલાઇમાં પ્રિયંકા અને નિકના સંબંધ ત્રણ વર્ષના થઇ ગયા છે. આ પ્રસંગે પ્રિયંકાએ આ તસવીર શેર કરતા કહ્યું હતું કે તે હંમેશા નિકને પ્રેમ કરતી રહેશે.
કામની વાત કરીએ તો પ્રિયંકા ચોપડાની બૉલીવુડ ફિલ્મ જી લે જરા ની થોડાક સમય પહેલા જ જાહેરાત થઇ છે. આ રૉડ ટ્રિપ પર આધારિત ફિલ્મ હશે જેમાં કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ પણ દેખાશે.