બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસની ખોળો ભરાવવાના પ્રસંગની તસવીરો આવી સામે, બીજા બાળકની બનશે માતા, જુઓ પાર્ટી....
મુંબઇઃ નેહા ધૂપિયા જલદી જ માં બનવા જઇ રહી છે અને આ સમયે તે પોતાની જિંદગીની સૌથી સુંદર ક્ષણો વિતાવી રહી છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ક્ષણો વધુ શાનદાર રીતે વિતાવવા માટે અંગદ બેદીએ પત્ની નેહા માટે સરપ્રાઇઝ ખોળો ભરાવવાના રિવાજ માટે પુરેપુરી તૈયારીઓ કરી, અને નેહા ધૂપિયાના ખાસ દોસ્તોને ઇન્વાઇટ પણ કર્યા, (તસવીરો - સોશ્યલ મીડિયા)
હવે નેહા ધૂપિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આની ઘણીબધી તસવીરો શેર કરી છે, અને ફેન્સને પોતાની ખુશીમાં સામેલ થવાનુ કહ્યુ છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
નેહા ધૂપિયા આ તસવીરોમાં ખુબ ખુશ દેખાઇ રહી છે, અને સરપ્રાઇઝની પણ કેમ કે તેને આના વિશે કંઇજ ખબર ન હતી. (તસવીરો - સોશ્યલ મીડિયા)
ખોળો ભરાવાના પ્રસંગની તમામ તૈયારીઓ ખુદ અંગદ બેદીએ કરી હતી, અને આની ભનક પણ નેહાને ન હતી આવવા દીધી. (તસવીરો - સોશ્યલ મીડિયા)
જરા આ ખાસ પ્રસંગે આવેલી કેકને તો જુઓ.... કેક ખરેખરમાં શાનદાર હતી, વળી, નેહા આ પ્રસંગે પર્પલ આઉટફિટમાં દેખાઇ. (તસવીરો - સોશ્યલ મીડિયા)
નેહાના દોસ્ત અને પરિવારના નજીકના લોકો પણ એક્ટ્રેસની આ ખુશીમાં સામેલ થયા અને તમામે નેહાના આ દિવસને ખાસ બનાવી દીધો. (તસવીરો - સોશ્યલ મીડિયા)
નેહાના ખોળો ભરાવવાના પ્રસંગની વિધીમાં સોહા અલી ખાન પણ પહોંચી હતી, તમામે મળીને આ ખાસ તસવીરો ક્લિક કરાવી. (તસવીરો - સોશ્યલ મીડિયા)
વળી, નેહા ધૂપિયાના ખોળો ભરાવવાના પ્રસંગમાં એક નાનુ મહેમાન પણ સામેલ થયુ, તે હતી નેહા અને અંગદની દીકરી મેહર ધૂપિયા. (તસવીરો - સોશ્યલ મીડિયા)
પતિ તરફથી મળેલી આ ખાસ સરપ્રાઇઝ બાદ નેહા અંગત બેદી પર પ્રેમ લૂંટાવતી દેખાઇ. (તસવીરો - સોશ્યલ મીડિયા)