Rhea Kapoor અને Karan Boolaniએ દોસ્તોને આપી ‘બેસ્ટ રિસ્પેપ્શન પાર્ટી’, તસવીરો જોઇને તમે પણ કહેશો- વાહ !
મુંબઇઃ આ મહિને 14 ઓગસ્ટે અનિલ કપૂરની દીકરી રિયા કપૂરે પોતાના બૉયફ્રેન્ડ કરન બુલાની સાથે લગ્ન કરી લીધા. લગ્ન બાદ બન્નેએ તેમના દોસ્તો માટે એક ગ્રાન્ટ પાર્ટી રાખી હતી. અહીં તેની કેટલીક તસવીરો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરોને રિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે પોતાના હસબન્ડની સાથે કેક કાપતી દેખાઇ રહી છે. આ અરેન્જમેન્ટ તેમના દોસ્તોએ કર્યુ હતુ. આ દરમિયાન રિયાએ મસાબા ગુપ્તાની ડિઝાઇનર ડ્રેસ પહેરેલો હતો.
આ પાર્ટી માટે બહુજ સુંદર ડેકૉરેશન કરવામા આવ્યુ હતુ, બલૂન પર મિસ્ટર અને મિસેજ પણ લખેલુ હતુ.
આ દરમિયાન રેડ અને વ્હાઇટ કલરના ડ્રેસમાં રિયા કપૂર દેખાઇ હતી.
આ બધુ જોઇને રિયા ખુબ ઇમૉશનલ થઇ ગઇ. રિયાએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતા લખ્યુ કે આ સૌથી બેસ્ટ રિસેપ્શન છે.
અહીં પર કેન્ડલ લાઇટ ડિનરનુ આયોજન પણ કરવામાં આવ્યુ હતુ. તસવીરો જોઇને તમે પણ કહેશો કે શું ખરેખર તેના દોસ્તોએ ખાસ વ્યવસ્થા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, રિયા કપૂરના લગ્નમાં ફક્ત ઘર પરિવારના લોકો જ સામેલ થયા હતા. આ લગ્ન અનિલ કપૂરના ઘરે થયા હતા. કપૂર પરિવારે કહ્યું કે એકવાર જ્યારે દેશમાં સ્થિતિ સામાન્ય થઇ જશે તો બધાને પાર્ટી આપવામાં આવશે.