Raveena Tandon on Prem Qaidi: આ સીનના કારણે રવિના ટંડને ન હતી કરી ફિલ્મ ‘પ્રેમ કેદી’, વર્ષો બાદ ખુલ્યુ રાજ
Raveena Tandon: બૉલીવુડ એક્ટ્રેસ રવિના ટંડનને 90ના દાયકાની સુપરહિટ હીરોઇનોમાંથી એક ગણવામાં આવે છે, તેને 90ના દાયકામાં કેટલીય સુપરડુપર હિટ ફિલ્મો આપી છે. પરંતુ જ્યારે તેને ફિલ્મ 'પ્રેમ કૈદી'ની ઓફર કરવામાં આવી હતી, તો તેને આ ફિલ્મ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. જોકે, આ ફિલ્મ તેને કેમ ના કરી તેનુ રાજ હવે તેને વર્ષો બાદ ખોલ્યુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરવિના ટંડને પોતાની શાનદાર એક્ટિંગ અને કિલર સ્ટાઇલથી લાખો ફેન્સને દિવાના બનાવી રહી છે. આજે પણ અભિનેત્રી અભિનયના કારણે લાખો ફેન્સની વચ્ચે ખૂબ જ જાણીતી છે, પરંતુ આ રિપોર્ટમાં અમે તમને બતાવી રહ્યાં છીએ કે, શા માટે અભિનેત્રીએ સુપરહિટ ફિલ્મ 'પ્રેમ કૈદી'ને ઠુકરાવી દીધી. રવિનાએ વર્ષો પછી હવે આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે.
ETimes ને આપેલ એક તાજા ઇન્ટરવ્યૂમાં રવિનાએ આ ફિલ્મ વિશે વાત કરી અને કહ્યું,- મેં પ્રેમ કૈદીમાં કામ કરવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે આ ફિલ્મમાં એક સીન હતો જેમાં મારે મારી ચેન ખોલવાની હતી.
રવિનાએ આગળ કહ્યું,- 'જ્યારે મેં આ સીન વિશે સાંભળ્યું ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય થયું કે, હું આ સીન કેવી રીતે કરી શકીશ... આ જ કારણ હતું કે મેં ફિલ્મનો ઇનકાર કર્યો...'
આ દરમિયાન રવિનાએ એ પણ શેર કર્યું કે,- પહેલા હું એક કૉમર્શિયલ એક્ટ્રેસ હતી, પરંતુ એકવાર હું સુનિલ શેટ્ટી સાથે એક ગીતનું શૂટિંગ કરી રહી હતી, ત્યારે મારી માનસિકતા બદલાઈ ગઈ અને મેં વિચાર્યું કે હું ક્યાં સુધી આ બધું કરતી રહીશ અને ક્યારે હું એક એક્ટ્રેસ તરીકે મોટી થઇશ.
કરિશ્મા કપૂરને આ ફિલ્મની ઓફર રવિના ટંડનના ના પાડ્યા બાદ મળી હતી. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તે બૉક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી.