20 લાખની બાઇકની લદ્દાખના પહાડોમાં ફરવા નીકળ્યો આ એક્ટર, કરિનાએ કૉમેન્ટ કરીને શું કહ્યું.....
મુંબઇઃ બૉલીવુડ અભિનેતા કુણાલ ખેમૂ આજકાલ લદ્દાખમાં છે, અને તે પહાડોમાં ફરી રહ્યો છે. તેનો પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેને જોઇને તમારુ પણ ત્યાં જવાનુ મન થઇ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક વીડિયો દ્વારા કુણાલ ખેમૂએ બતાવ્યુ હતુ કે તે લદ્દાખમાં જઇ રહ્યો છે, આ વીડિયોમાં તેને પોતાની રૉડ ટ્રિપની ઝલક બતાવી હતી. આના પર સ્ટાર એક્ટ્રેસ કરિના કપૂરે પણ કૉમેન્ટ કરી. કરિનાએ લખ્યું- મને અને સૈફને પણ લદ્દાખ બહુ જ પસંદ છે.... મિસ યૂ.
કરીના જ નહીં કુણાલ ખેમૂનો વીડિયો અને તસવીરો જોઇને ફેન્સ પણ ઉત્સાહિત છે. કેટલાક ફેન્સે તો તેને કહ્યું કે, તે પોતાની આ ટ્રિપનો V-blog બનાવે અને શેર કરે.
આ વીડિયોમાં કુણાલ ખેમૂએ બતાવ્યુ કે, આટલી ઉંચાઇ પર જવાની કેટલીક સાઇડ ઇફેક્ટ પણ થાય છે.
કુણાલ ખેમૂ લદ્દાખમાં પોતાની ફેવરેટ બાઇકથી એક્સપ્લૉર કરી રહ્યો છે. BMWની આ બાઇક તેને ગયા વર્ષે ખરીદી હતી.
ઉલ્લેખનીય છે કે, કુણાલ ખેમૂને બાઇક રાઇડનો શોક છે અને તેના કલેક્શનમાં કેટલીય મોંઘી મોંઘી બાઇક્સ છે.
આ બાઇક BMWની છે, અને આ બાઇકની કિંમત લગભગ 20 લાખથી વધુ છે.
આ ટ્રિપ પર કુણાલ ખેમૂ એકલો ગયો છે. હજુ એ સ્પષ્ટ નથી કે આ એક્ટર અહીં કામથી ગયો છે કે ફક્ત હળવા ફરવા. આ તસવીરો શેર કરતા એક્ટરે બતાવ્યુ કે આ ટ્રિપ તેનુ સપનુ પુરુ થવા જેવી છે.