ભોજપુરી હસીનાનુ નવુ ફોટોશૂટ વાયરલ, નાકમાં નથ ને માથા પર સિંદૂર સાથે આપ્યા ગ્લેમરસ પૉઝ, જુઓ PICS
Namrita Malla, ભોજપુરી હસીના નમ્રતા મલ્લા (Namrita Malla) આજકાલ પોતાના લૂકને લઇને ખુબ ચર્ચામાં રહે છે. અવારનવાર પોતાના નવા લૂકને ફેન્સ સામે મુકી રહી છે. તાજેતરમાં જ આવા જ દેસી સ્વેગ વાળી તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનમ્રતા મલ્લાએ તાજેતરમાં જ એક ખાસ ફોટોશૂટ કરાવ્યુ છે, તેમાં તે હૉલ્ટર નેક બ્રાલેટની સાથે હેવી જ્વેલરી પહેરીને દેખાઇ રહી છે. તેનો આ લૂક એકદમ ગ્લેમરસ છે.
આ તસવીરોમાં એક્ટ્રેસનો લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે, એક્ટ્રેસે તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું -ઇચ્છા કરો, સપના જુઓ અને પુરા કરો.....
મૉડર્ન લૂકને દેસી ટચમાં આપવા માટે નમ્રતા મલ્લાએ નાક નથ અને માંથામા માંગ અને ટીકો પણ લગાવ્યો છે. એક્ટ્રેસની આ અદાઓ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે.
નમ્રતા મલ્લાની તસવીરો પર ફેન્સ ઢગલાબંધ કૉમેન્ટે અને શેરિંગ મળી રહી છે, એક ફેને લખ્યું - શું સુંદરતા છે, તમે આ આઉટફિટમાં એકદમ ગૉર્જિયસ લાગી રહ્યાં છો. તો વળી બીજાએ લખ્યું - નાઇસ ડ્રેસ.
ખાસ વાત છે કે આ ભોજપુરી હસીના એક સારી અભિનેત્રી હોવાની સાથે સાથે સારી ડાન્સર પણ છે, અને તેના કેટલાય વીડિયો અને મ્યૂઝિક આલ્બમ યુટ્યૂબ અને સોશ્યલ મીડિયા પર જોઇ શકાય છે.
(તમામ તસવીરો : Instagram @namritamalla પરથી)