પતિ Raj Kaushalના મોતથી દુઃખી Mandira Bediને મળવા પહોંચી Raveena Tandon-Mouni Roy, જુઓ તસવીરો.....
મુંબઇઃ બૉલીવુડ ફિલ્મમેકર અને એક્ટ્રેસ મંદિરા બેદીના પતિ રાજ કૌશલનુ 30 જૂને સવારે અચાનક હાર્ટ એટેક આવવાથી નિધન થઇ ગયુ હતુ. રાજ કૌશલને સવારે 4:30 વાગે હાર્ટ એટેક આવ્યો અને તેમનુ મોત થઇ ગયુ હતુ. 49 વર્ષના રાજના નિધનથી બૉલીવુડ સ્તબ્ધ થઇ ગયુ છે. સેલેબ્સ મંદિરા બેદીને મળવા માટે તેમના ઘરે પહોંચી રહ્યાં છે. બૉલીવુડ અભિનેત્રી મૌની રૉય અને રવિના ટંડનને પણ મંદિરા બેદીના ઘરે સ્પૉટ કરવામા આવ્યા હતા. આ અભિનેત્રીઓ મંદિરાને મળવા પહોંચી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજના જવાનો ગમ રવિના ટંડનના ચહેરા પર સ્પષ્ટ દેખી શકાય છે, તે મંદિરાને મળીને તેને સાંત્વના આપવા માટે તેના ઘરે પહોંચ્યા.
રવિનાએ બ્લૂ ડેનિમનો શર્ટ અને ડેનિમ જીન્સ પહેરેલુ હતુ. તે બ્લૂ માસ્ક પહેરીને ગઇ હતી.
થોડાક સમય મંદિરાની સાથે બેસીને અને રાજને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ રવિના ટંડન પરત ફરી ગઇ હતી. રવિના ખુબ માયુસ અને ખામોશ દેખાઇ રહી હતી.
બૉલીવુડ અભિનેત્રી મૌની રૉયે પણ મંદિરાને મળવા પહોંચી. એક્ટ્રેસ મંદિરાના ઘર 'રામા' પર સ્પૉટ થઇ હતી.
મૌનીએ સફેદ સલવાર સૂટ પહેરેલો હતો, અને તે બ્લેક માસ્ક પહેરીને ગઇ હતી. તે પણ એકદમ ગમગીન દેખાઇ હતી.
મૌની થોડાક સમય સુધી મંદિરાને સાંત્વના આપ્યા બાદ ત્યાંથી નીકળી ગઇ હતી. સવારે રાજના અંતિમ સંસ્કારના સમયે મંદિરાની રડી રડીને ખરાબ હાલત થઇ ગઇ હતી. તેને પોતાના પતિને ખભો આપ્યો અને તેનો અંતિમ સંસ્કાર પણ ખુદ કર્યો હતો.