Rajeev Khandelwal Birthday : ક્યાં ગાયબ છે હેન્ડસમ હંક રાજીવ ખંડેલવાલ, જે લાખો યુવતીઓના દિલ પર કરતો હતો રાજ
Rajeev Khandelwal Birthday Unknown Facts:અભિનેતા રાજીવ ખંડેલવાલ આજે 16 ઓક્ટોબરે પોતાનો 47મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ટીવીથી, રાજીવે ફિલ્મ અને ઓટીટી પર પણ ખાસ ઓળખ બનાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે 16 ઓક્ટોબરે ટીવીના સુપરહોટ એક્ટર રાજીવ ખંડેલવાલનો જન્મદિવસ છે. રાજીવે લાંબા સમય સુધી નાના પડદા પર રાજ કર્યું છે, તેમનું જીવન ખૂબ જ રસપ્રદ રહ્યું છે. એક સામાન્ય પરિવારમાંથી આવતા રાજીવ આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ ધરાવે છે.
પરંતુ વર્ષ 1998માં ટેલિવિઝન શો બનફૂલમાં બ્રેક મળ્યા બાદ તેની કરિયરની ગાડી ચાલી ગઇ.
રાજીવ ખંડેલવાલનું કરિયર ઘણું મુશ્કેલ હતું, મુંબઈમાં તેમને પૈસાના અભાવે ઘણી વખત ભૂખ્યા સૂવું પડ્યું હતું. શરૂઆતના દિવસોમાં રાજીવ પેઇન્ટિંગ્સ વેચતા હતા,
ત્યારબાદ રાજીવ ખંડેલવાલને દેશના સૌથી લોકપ્રિય શો 'કહીં તો હોગા'માં લીડ રોલ મળ્યો, આ સિરિયલે તેમને જબરદસ્ત લોકપ્રિયતા અપાવી અને તેમને ઘર-ઘરમાં ઓળખ મળી. આ શોમાં સુજલના રોલમાં રાજીવે કરોડો દિલો પર રાજ કર્યું, આ શોએ તેને રાતોરાત સ્ટાર બનાવી દીધો.
રાજીવને ટીવી પર એક પછી એક હિટ શો મળ્યા,પછી તેણે ફિલ્મોમાં હાથ અજમાવ્યો અને 'આમિર', 'શૈતાન', 'સાઉન્ડ ટ્રેક' અને 'ટેબલ નંબર 21' જેવી ફિલ્મોમાં દેખાયો. રાજીવે 'સચ કા સામના' અને 'જઝબાત' જેવા શો પણ હોસ્ટ કર્યા હતા.
રાજીવની ફિટનેસ અને સોલિડ બોડીની પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ ચર્ચા થઈ હતી, તેની ફીમેલ ફેન-ફોલોઈંગ હજુ પણ ઘણી વધારે છે, હાલમાં રાજીવ OTT પ્લેટફોર્મ પર તેની કારકિર્દી ચમકાવી રહ્યો છે. તેણે હક સે, મરઝી અને નક્સલબારીમાં તેના જોરદાર અભિનયથી દર્શકોનો પ્રેમ પાછો મેળવ્યો છે.
હાલમાં રાજીવ OTT પ્લેટફોર્મ પર તેની કારકિર્દી ચમકાવી રહ્યો છે. તેણે હક સે, મર્જી અને નક્સલબારીમાં તેના જોરદાર અભિનયથી દર્શકોનો પ્રેમ પાછો મેળવ્યો છે