Rakulpreet Singh Net Worth: કરોડોની સંપતિની માલિક છે જેકી ભગનાનીની દુલ્હનિયાં રકુલ પ્રીત સિંહ, જાણો ટોટલ નેટવર્થ
Rakulpreet Singh Net Worth: રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી રકુલ પ્રત સિંહ ખૂબ જ જલ્દી એક્ટર જેકી ભગનાનીની દુલ્હન બનવા જઈ રહી છે. આવામાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે અભિનેત્રીની નેટવર્થ કેટલી છે. ખરેખરમાં જેકી ભગનાનીની દુલ્હનિયાં બનનારી એક્ટ્રેસ રકુલ પ્રીત કરોડોની સંપત્તિની માલિક છે, તે નેટ વર્થમાં અભિનેતાને પણ ટક્કર આપી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરકુલ પ્રીત સિંહ માત્ર હિન્દી સિનેમા જ નહીં પરંતુ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ જાણીતું નામ છે. અભિનેત્રીએ બૉલીવૂડમાં પોતાના કેરિયરની શરૂઆત ફિલ્મ 'યારિયાં'થી કરી હતી. જે બાદ તે સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી છે.
આ જ કારણ છે કે આજે અભિનેત્રી ભવ્ય જીવનશૈલીની માલિક છે. જેની પાસે મુંબઈમાં આલીશાન ઘર પણ છે.
ફીની વાત કરીએ તો, રકુલ પ્રીત સિંહ એક ફિલ્મ માટે લગભગ 3 થી 4 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ લે છે.
રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રીની કુલ સંપત્તિ 46 કરોડ રૂપિયા છે. આ સાથે રકુલ પાસે ઘણા મોંઘા વાહનોનું કલેક્શન પણ છે.
રકુલના ભાવિ વર જેકી ભગનાનીની નેટવર્થ વિશે વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર તે 35 થી 40 કરોડ રૂપિયાની વચ્ચે છે.
તમને જણાવી દઈએ કે જેકી અને રકુલ છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. સમાચાર મુજબ, હવે આ કપલ ફેબ્રુઆરીમાં લગ્ન કરવા જઈ રહ્યું છે.