Pics: એથનિલ લૂક છોડી એકદમ બૉલ્ડ ડ્રેસમાં દેખાઇ Rashmika Mandanna, તસવીરોમાં જુઓ........
Rashmika Mandanna Latest Pics: નેશનલ ક્રશ અને સાઉથ સુપરસ્ટાર રશ્મિકા મંદાનાએ તાજેતરમાં જ એક મેગેઝિન માટે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યુ છે. રશ્મિકાનો આ લૂક ખુબ વાયરલ થઇ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરશ્મિકા મંદાનાએ આ ખાસ ફોટોશૂટમાં એથનિલ ડ્રેસ છોડીને એકદમ બૉલ્ડ ડ્રેસમાં કેર વર્તાવી રહી છે, એક્ટ્રેસ બિકીની લૂકમાં દેખાઇ રહી છે.
ખરેખરમાં રશ્મિકા મંદાનાએ આ ફોટોશૂટ ટ્રાવેલ લેશ્યૉર નામની એક જાણીતી મેગેઝિન માટે કરાવ્યુ છે, જેમાં તેનો અંદાજ એકદમ અલગ છે. આ તસવીરોમાં રશ્મિકા બિકીનીમાં છે, તેને દોરાઓથી બનેલી સ્કર્ટ અને ટૉપ પહેર્યો છે.
આવુ પહેલીવાર નથી કે તેને આટલો બૉલ્ડ ડ્રેસ પહેર્યો હોય, આ પહેલા પણ આવી દેખાઇ ચૂકી છે. હાલ આ લૂક ચર્ચાનો વિષય બન્યો છે, ફેન્સ ખુબ લાઇક્સ અને કૉમેન્ટ કરી રહ્યાં છે.
આ તસવીરોમાં રશ્મિકા મંદાના એકથી એક ચઢિયાતા પૉઝ આપતી દેખાઇ રહી છે.
થોડાક દિવસો પહેલા અભિનેત્રી રશ્મિકા તાજેતરમાં તેના રુમર્ડ બોયફ્રેન્ડ વિજય દેવેરાકોંડા સાથે માલદીવ જતી વખતે એરપોર્ટ પર જોવા મળી હતી. ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે આ સ્ટાર કપલ તેમની રજાઓ માલદીવમાં સાથે વિતાવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે રશ્મિકા મંદાનાની ફિલ્મ ગુડ બાય હાલમાં જ રિલીઝ થઇ હતી, જેમાં તે અમિતાભ બચ્ચન સાથે દેખાઇ હતી. આ ઉપરાંત એક્ટ્રેસની ફિલ્મ પુષ્પા 2નો ફેન્સનો ખુબ ઇન્તજાર છે.