Pics: સાઉથ એક્ટ્રેસ Rashmika Mandannaએ પોતાની નવી તસવીરોથી ચઢાવ્યુ ઇન્ટરનેટનુ તાપમાન, ફેન્સ બોલ્યા -OMG

Rashmika Mandanna: સાઉથ ઇન્ડસ્ટ્રીની સુપરસ્ટાર એક્ટ્રેસ રશ્મિકા મંદાના આજકાલ સોશ્યલ મીડિયા ક્વિન બની ગઇ છે. તેની તસવીરો અને વીડિયો હંમેશા ઇન્ટરનેટ પર છવાયેલા રહે છે. તે ફેન્સને હંમેશા પોતાની રૂટીન લાઇફથી કનેક્ટ રાખે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રશ્મિકા મંદાના દરેક વખતે પોતાની ક્યૂટનેસથી ફેન્સના દિલ જીતી લે છે. આ વખતે તેન સોશ્યલ મીડિયા પર ગ્લેમરસ તસવીરો શેર કરી છે, જે પૉસ્ટ થતાં જ ઝડપથી વાયરલ થઇ છે.

તસવીરોમાં રશ્મિકા મંદાના બ્લેક શર્ટ અને બ્રાઉન બૉટમમાં દેખાઇ રહી છે. કર્લી હેરની સાથે રશ્મિકા મંદાના કાતિલ પૉઝ આપી રહી છે. તેની તસવીરો જોઇ ફેન્સ દિવાના થઇ ગયા છે.
રશ્મિકા મંદાના સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે દરરોજ પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. રશ્મિકા મંદાનાનો આ અંદાજ તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
રશ્મિકા મંદાનાને સોશ્યલ મીડિયા પર લાખા લોકો ફોલો કરે છે, તે પોતાના ફેન્સ પોતાના કામનુ પણ અપડેટ આપતી રહે છે.
આજકાલ રશ્મિકા મંદાના પોતાની પર્સનલ લાઇફને લઇને ખુબ ચર્ચામાં છે. રિપોર્ટ્સનુ માનીએ તો તે વિજય દેવરકોન્ડાને ડેટ કરી રહી છે. જોકે, બન્નેએ હજુ રિલેશન પર કોઇ ખુલાસો નથી કર્યો.
વર્કફ્રન્ટની વાત કરીએ તો રશ્મિકા મંદાનાની પાસે પ્રૉજેક્ટ્સની લાઇન લાગી છે, તે બૉલીવુડમાં પણ ડેબ્યૂ કરવાની છે. તે સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે ફિલ્મ 'મિશન મજનૂ'માં દેખાશે.
મિશન મજનૂ બાદ તે અમિતાભ બચ્ચની સાથે ગુડ બાય અને રણવીર કપૂરની સાથે એનિમલમાં દેખાશે.