Rekha Sindoor: રેખા કોના નામનું માંગમાં ભરે છે સિંદૂર, ઇન્ટરવ્યુમાં રેખાએ આપ્યો આ જવાબ
Rekha Sindoor: બોલિવૂડની એવરગ્રીન અભિનેત્રી રેખાની સુંદરતાના લોકો આજે પણ દિવાના છે. સાથે જ દરેકના મનમાં એક પ્રશ્ન એ પણ છે કે રેખા કોના નામનું હજું પણ સિંદૂર ભરે છે?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેખાને એક નહીં પણ અનેક ઈન્ટરવ્યુમાં વારંવાર પૂછવામાં આવ્યું કે, તે કોના નામ પર સિંદૂર લગાવે છે, પરંતુ તેણે ક્યારેય આ વિશે વાત કરી નથી. એક ઈન્ટરવ્યુમાં તેણે એટલું જ કહ્યું હતું - હું જે શહેરમાંથી આવું છું ત્યાં સિંદૂર લગાવવાની ફેશન છે. મને લાગે છે કે સિંદૂર મારી પર્સનાસલિટીને સૂટ કરે છે.
1980માં રેખા ઋષિ કપૂર અને નીતુ સિંહના લગ્નમાં તે સિંદૂર લગાવીને પહોંચી હતી. તે દરમિયાન રેખાની સિંદૂર ચર્ચામાં રહ્યું હતું. રેખાએ અમિતાભના નામ પર સિંદૂર લગાવ્યું હોવાની વાત પણ આ ફંક્શનમાં ચર્ચાઇ હતી.
વાસ્તવમાં એક સમય એવો હતો જ્યારે રેખા અમિતાભ બચ્ચન માટે દિવાના હતી. રેખા અને અમિતાભની લવ સ્ટોરી 1980ના દાયકામાં ચર્ચામાં હતી. જો કે, તેમનો પ્રેમ મુકામ સુધી ન પહોંચી ન શક્યો અને અમિતાભ બચ્ચને જયા ભાદુરી સાથે લગ્ન કરી લીધા.
કહેવાય છે કે, રેખા પોતાની માંગમાં પોતાના પ્રેમના નામનું સિંદૂર ભરે છે. જો કે, કેટલાક લોકો એવું પણ કહે છે કે, રેખા પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે સિંદૂર ભરે છે.
બાય ધ વે, રેખાનું જીવન કરુણાંતિકાઓથી ભરેલું રહ્યું છે. રેખાને ક્યારેય પ્રેમ મળ્યો નથી. અમિતાભ બચ્ચનને દિલથી ચાહતી હતી પરંતુ બંને એક ન થઇ શક્યા, આ પછી, તેમના જીવનમાં ઘણી વખત પ્રેમની એન્ટ્રી થઈ, પરંતુ તેમની કંપની કોઈની સાથે લાંબો સમય ટકી શકી નહીં.
એવરગ્રીન રેખા ઘણા વર્ષોથી તેના બાંદ્રાના ઘરમાં એકલવાયું જીવન જીવી રહી છે. માત્ર તેની સેક્રેટરી ફરહાના જ તેની અંગત જિંદગી જાણે છે.