Nepal Airplane Crash: નેપાળમાં મોટી વિમાન દુર્ઘટના, 68 લોકોના મોત, છેલ્લા 30 વર્ષમાં અનેક વિમાન અકસ્માતો થયા, જુઓ તસવીરો
નેપાળ સિવિલ એવિએશન ઓથોરિટી (CAAN) એ જણાવ્યું કે યતી એરલાઇન્સના 9N-ANC ATR-72 વિમાને કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 10.33 વાગ્યે ઉડાન ભરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતારા એરલાઇન ટર્બોપ્રોપ ટ્વીન ઓટર 9N-AET ફ્લાઇટ નેપાળમાં વર્ષ 2022 માં મે દરમિયાન ક્રેશ થઈ હતી. આ દુર્ઘટનામાં 22 લોકો હતા, જેમાંથી 4 ભારતીય હતા. આ અકસ્માતમાં તમામ લોકોના મોત થયા હતા.
PIA એરબસ A300 નેપાળમાં વર્ષ 1992માં ક્રેશ થયું હતું. નેપાળના ઈતિહાસમાં આ સૌથી ભયાનક પ્લેન ક્રેશ માનવામાં આવે છે. જેમાં 167 લોકોના મોત થયા હતા.
સીતા એર ફ્લાઈટ 601 વર્ષ 2012માં નેપાળમાં ક્રેશ થઈ હતી. તે તેનઝિંગ હિલેરી એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી, પરંતુ કાઠમંડુમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું.
વર્ષ 2018માં યુએસ-બાંગ્લા એરલાઈન્સનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેને 12 માર્ચ 2018ના રોજ ઢાકાથી કાઠમંડુ માટે ઉડાન ભરી હતી. જેમાં સવાર 71 મુસાફરોમાંથી 51ના મોત થયા હતા.
તારા એરની ફ્લાઈટ 193 ક્રેશ થઈ ગઈ હતી. તે 24 ફેબ્રુઆરી 2016ના રોજ ક્રેશ થયું હતું. ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન તે ક્રેશ થયું હતું. જેમાં 23 લોકોના મોત થયા હતા.
વર્ષ 2010માં અગ્નિ એરનું વિમાન નેપાળમાં ક્રેશ થયું હતું. તેમાં 14 લોકો હતા અને તમામ લોકો અકસ્માતમાં માર્યા ગયા હતા. ટેક ઓફ કર્યાના 22 મિનિટ બાદ જ તે અકસ્માતનો શિકાર બન્યો હતો.