અભિનેત્રી તબ્બુએ આજ સુધી આ કારણે નથી કર્યો લગ્ન, આ કો-સ્ટારને સિંગલ રહેવા માે જવાબદાર ગણાવ્યાં
તબ્બુ અને અજય દેવગણને હંમેશા 90ના દાયકાની ઓન-સ્ક્રીન જોડીમાંથી એક માનવામાં આવે છે. બંનેએ એકસાથે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં અભિનય કર્યો છે અને બંને ગાઢ મિત્રો પણ હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ મિરરને આપેલા ઈન્ટરવ્યુમાં તબ્બુએ ખુલાસો કર્યો હતો કે અજય દેવગણ તેના નજીકના મિત્રોમાંનો એક હતો.
તેમણે કહ્યું, “તે અજય મારા કઝિન ભાઈ સમીર આર્યનો પાડોશી હતો અને મારો નજીકનો મિત્ર હતો, હું જ્યારે નાની હતી ત્યારે આ બંને મારો પીછો કરતા મારી જાસૂસી કરતા અને કોઇ રોમિયો છાપ છોકરા છેડતી કરે તો તેને પિટાઇની ધમકી આપતાં હું મનોમન તેને ચાહતી હતી હું આજે સિંગલ છું તેનું કારણ અજય દેવગણ છે.
તેમણે કહ્યું હતું કે, મેં મજાકમાં અજયને કહ્યું હતું કે, મારા માટે લગ્ન માટે યોગ્ય પાત્રની શોધ કરે.
તબ્બુએ કહ્યું હતું કે, હું જ્યારે તેની આસપાસ હોઉં તો ખૂબ જ સેફ ફીલ કરતી હતી. અમારી કોઇ શરત વિનાની દોસ્તી હતી અને અને એકબીજાની ફિલિગ્સ પણ શેર કરતા હતા.
આરજે સિદ્ધાર્થ કાનન સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, અજય દેવગણ ક્યારેય તેને લગ્ન કરવા અને ઘર વસાવવાનું નહી કહે
તબ્બુએ કહ્યું કે, અજય ખૂબ સારી રીતે જાણે છે મારા માટે શું સારૂં છે. જયારે આરજે સિદ્ધાર્થે તબ્બુને પૂછ્યું કે તબ્બુ માટે શું સારૂ છે, તો અજયે જવાબ આપ્યો કે,” હમ ઉસકે લિયે અચ્છે હૈ”