24 વર્ષની એક્ટ્રેસની ગોઆના ફ્લેટમાંથી મળી લાશ, કોની સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટની નોંધાવી હતી ફરિયાદ ?
નવી દિલ્હીઃ રશિયન મૉડલ અને એક્ટ્રેસ એલેક્ઝેન્ડ્રા જાવી (Alexandra Djavi)નુ નિધન થઇ ગયુ છે. એલેક્ઝેન્ડ્રા જાવી (Alexandra Djavi found dead in goa apartment) નોર્થ ગોવાના સિઓલિમમાં પોતાના ભાડાના એપાર્ટમેન્ટમાં મૃત મળી આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App24 વર્ષીય એક્ટ્રેસ એલેક્ઝેન્ડ્રા જાવી 20 ઓગસ્ટ, શુક્રવારના દિવસે પોતાના ઘરમાં મૃત મળી છે. એક્ટ્રેસ પોતાના બૉયફ્રેન્ડની સાથે આ એપાર્ટમેન્ટમાં રહેતી હતી. જોકે ગોવા પોલીસને શંકા છે કે આ આત્મહત્યાનો કેસ છે. જોકે, હાલમાં પોલીસ પૉસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે.
પોલીસે કહ્યું કે, એલેક્ઝેન્ડ્રા જાવી થોડાક દિવસોથી માનસિક રીતે પરેશાન હતી અને તેની દવા પણ ચાલી રહી હતી. એલેક્ઝેન્ડ્રા, રાઘવ લૉરેન્સની ફિલ્મ 'કંચના 3'માં દેખાઇ ચૂકી છે.
ગોવા પોલીસના આમાં શંકા છે કે એલેક્ઝેન્ડ્રાએ આત્મહત્યા કરી હશે. ગોવા પોલીસે કોઇપણ નિષ્કર્ષ સુધી પહોંચવા માટે પૉસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે. ગોવા પોલીસે કાયદેસરની ઔપચારિકતાને પુરી કરવા માટે રશિયા એમ્બેસીને એક ઔપચારિક પ્રતિનિધિ નિયુક્ત કરવા માટે લેટર લખ્યો હતો.
રશિયા વાણિજ્ય દુતાવાસે સંવાદદાતાઓને સૂચિત કર્યુ હતુ કે એક્ટ્રેસના પરિવારના પ્રતિનિધિની સહમતિ બાદ જ એક્ટ્રેસનુ પૉસ્ટમૉર્ટમ કરવામાં આવશે. પૉસ્ટમોર્ટમ માટે તે રશિયા વાણિજ્ય દુતાવાસમાંથી NOC મળવાની રાહ જોઇ રહ્યાં છે.
એલેક્ઝેન્ડ્રા જાવીએ વર્ષ 2019માં ચેન્નાઇના એક ફોટોગ્રાફ વિરુદ્ધ યૌન શોષણની ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, 'કંચના 3'નુ નિર્દેશન રાઘવ લૉરેન્સે કર્યુ હતુ.
ફિલ્મમાં એલેક્ઝેન્ડ્રાની ભૂમિકા રોજીની હતી. જે બાદમાં બદલો લેવા માટે ભૂત બની જાય છે. ફિલ્મમાં ઓવિયા, વેદિકા કુમાર, નિક્કી તંબોલી, કોવઇ સરલા, દેવદર્શિની અને શ્રીમત કૉ-એક્ટર્સ હતા.