Afghanistan Pics: અફડાતફડી વચ્ચે દેશ છોડવા માટે એરપોર્ટ પર એકઠા થયા લોકોના ટોળે ટોળા, તાલિબાનની ક્રૂરતા શરૂ
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ લોકોની અંદર ભયનો માહોલ ફેલાઇ ગયો છે. આની એકથી એક તસવીરો સામે આવી રહી છે. કાબુલ એરપોર્ટ પરની તસવીરો ખુબ દયનીય સ્થિતિ વાળી છે. અહીં લોકો તાલિબાન રાજથી બચવા માટે અફઘાનિસ્તાન છોડી રહ્યાં છે. લોકો દેશ છોડવા માટે એરપોર્ટ પર ટોળામાં દેખાઇ રહ્યાં છે. જુઓ તસવીરો....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બધાની વચ્ચે એમેરિકન એરફોર્સના વિમાન સી-17 ગ્લૉબમાસ્ટર IIIની તસવીર સતત વાયરલ થઇ રહી છે. જેમાં વિમાનમાં સેંકડો લોકોના ટોળા દેખાઇ રહ્યાં છે, અંદર બેઠેલો લોકોમાં પણ ડર છે.
આમાં મહિલાઓ અને બાળકો પણ દેખાઇ રહ્યા છે, પરંતુ આમાંથી કોઇની પણ પાસે સામાન નથી. એ સ્પષ્ટ છે કે તાલિબાનના ડરથી તે પોતાનો જીવ બચાવવા બધુ છોડીને જઇ રહ્યાં છે.
ન્યૂઝ વેબસાઇટ ડિફેન્સ વન અનુસાર, અમેરિકન એરફોર્સના આ વિમાને કુલ 640 અફઘાન યાત્રીઓને લઇને ઉડાન ભરી હતી. એવુ કહેવાય છે કે સી-17માં આ પહેલા ક્યારેય આટલા બધા લોકો સવાર ન હતા થયા.
વેબસાઇટે બતાવ્યુ કે આ વિમાને કતર માટે ઉડાન ભરી, જ્યાં અફઘાનિસ્તાના યાત્રીઓ ઉતર્યા હતા.
કાબુલ એરપોર્ટ પર છેલ્લા કેટલાક દિવસોથી મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા એકઠા થઇ રહ્યાં છે. આ તમામ લોકો તાલિાબનના ડરથી દેશ છોડવા માટે મજબૂર બન્યા છે.
ઉલ્લેખનીય છે કે, તાલિબાન સતત અફઘાનિસ્તાન પર પોતાની સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે બીજીબાજુ પંજશીરમાં તાલિબાનને અફઘાન યોદ્ધાઓ ટક્કર આપી રહ્યાં છે