તૈમૂરના જન્મ પર જે નામને કરીનાએ રિઝેક્ટ કર્યું હતું તે જ નામ નાના દિકરા માટે પસંદ કરશે બેબો?
બોલિવૂડ સ્ટાર કપલ કરીના કપૂર અને સૈફ અલી ખાન બીજી વખત પેરન્ટસ બની ગયા છે. રવિવારે બાળકને જન્મ આપ્યા બાદ કરીનાના ન્યૂ બોર્ન બેબીના નામને લઇને ચર્ચા થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે સોશિયલ મીડિયા પર આ નામને લઇને ચર્ચા છે કે શું કરીના બીજા બાળકને નામ ફેઝ રાખશે કે નહીં. તૈમૂરનો જન્મ 2016માં થયો હતો. તૈમૂર સોશિયલ મીડિયા સેંસેશન છે. તેમની તસવીર વીડિયો ખૂબ જ વાયરલ થાય છે.
આ સમયે સૈફે કહ્યું હતું કે, ‘આપણે નામ બદલી નાખીએ અને ફેઝ કરી નાખીએ. આ નામ વધુ પોઇટિક અને રોમેન્ટિક છે’ આ સમયે કરીનાએ કહ્યું હતું કે, ‘ના બેબી બોય હશે તો તેમનું નામ તૈમૂર જ રહેશે. હું મારા બાળકને ફાઇટર બનાવવા માંગું છું. તૈમુરનો અર્થ લોખંડ થાય છે. હું આયર્ન મેનને જન્મ આપવા માંગુ છું. ‘મને આ તૈમૂર નામ પર ગર્વ છે’
તૈમૂર નામના કારણે સૈફ-કરીનાએ ટ્રોલનો પણ સામનો કરવો પડ્યો હતો. તૈમૂરના નામને લઇને ઇન્ડિયા ટૂડે કોન્ક્લેવમાં કરીનાએ કહ્યું હતું કે, હોસ્પિટલ જતાં પહેલાની રાતે સૈફે મને કહ્યું હતું કે, જો બેબી બોય હશે તો તું શ્યોર છો કે તૈમૂર જ નામ રાખવું છે?
બોલિવૂડ સ્ટાર કપલ બીજી વખત પેરેન્ટસ બનતા ફેન્સ દ્રારા સતત તેમને શુભકામના મળી રહી છે. ફેન્સ ન્યૂ બેબીના નામ પણ સજેસ્ટ કરી રહ્યાં છે. તૈમૂરના નામથી ઘણો વિવાદ સર્જાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -