Salman Khan Ganpati Visarjan: ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવા બહેન અર્પિતાના ઘરે પહોંચ્યો સલમાન ખાન, તસવીરો આવી સામે

Salman Khan Ganpati Visarjan: આ દિવસોમાં દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે. દરેક લોકો ગણપતિ બાપ્પાની સેવામાં પણ લીન છે. સેલેબ્સમાં પણ ગણેશ ચતુર્થીને લઈને જબરદસ્ત ઉત્સાહ જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સલમાન ખાન સહિત તેનો આખો પરિવાર દર વર્ષે ગણેશ ચતુર્થી ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. ગણપતિ બાપ્પાનું ખૂબ જ ઉત્સાહથી સ્વાગત કરવામાં આવે છે અને પછી તેનું વિસર્જન કરવામાં આવે છે.

આ વર્ષે પણ ભાઈજાને તેના સમગ્ર પરિવાર સાથે ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું હતું.
ગણેશજીની પૂજા કરતી વખતે સલમાને તેના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પણ શેર કર્યો હતો.
હવે ભાઈજાનના પરિવારની નવી તસવીરો સામે આવી છે જેમાં તે અને તેનો પરિવાર ગણપતિજીના વિસર્જન માટે જતા જોવા મળે છે.
સલમાન ખાન ગણપતિ વિસર્જન કરવા બહેન અર્પિતા શર્માના ઘરે પહોંચ્યો હતો, જ્યાં સોહેલ ખાન અને તેનો પુત્ર નિર્વાણ ખાન પણ હાજર રહ્યો હતો.
અર્પિતાના ઘરેથી લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં ક્યાંક સોહેલ ખાન ગણપતિજીને પકડેલો જોવા મળે છે તો ક્યાંક અર્પિતાનો પતિ આયુષ શર્મા.
ગણપતિ વિસર્જન દરમિયાનની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં આખો પરિવાર સાથે જોવા મળી રહ્યો છે.