'નાગિન' બનીને તહેલકો મચાવનારી એક્ટ્રેસનો સાડીમાં દેખાયો હૉટ અવતાર, સ્ટાઇલિસ લૂક પર ફેન્સ થયા ફીદા, જુઓ તસવીરો
મુંબઇઃ અભિેનત્રી મૌની રૉય જ્યારે પણ સાડીમાં દેખાય છે ત્યારે તે ફેન્સના દિલોને ઘાયલ કરી દે છે. આ વખતે પણ તેને આવી જ તસવીરો શેર કરી છે, જે ફેન્સને પણ ખુબ પસંદ આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરોમાં મૌની રૉય લીલી કલરની બનારસી સાડીમાં દેખાઇ રહી છે. ખુલ્લા વાળા અને કાનોમાં ઝૂમકા તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી લગાવી રહ્યાં છે.
આ લૂકની ચર્ચા એ કારણે થઇ રહી છે કેમ કે તેને આ સીડીની સાથે બ્લાઉઝ નથી પહેર્યુ, પરંતુ તેને સાડી એ રીતે પહેરી છે કે ક્યાંયથી પણ ખરાબ નથી લાગી રહી.
આ તસવીરો જોઇને મૌની રૉયના ફેન્સ તેની પ્રસંશા કરતા નથી થાકી રહ્યાં, ફેન્સ તેના પર ફિદા થઇ ગયા છે.
મૌની રૉય હંમેશાથી જ સાડીમાં દેખાય છે. થોડાક દિવસો પહેલા તે આગરા તાજમહેલ પહોંચી તો ત્યાં પણ તેને સાડી પહેરેલી હતી. સાડીમાં તેની સુંદરતામાં અલગ જ નિખાર આવે છે.
ઉલ્લેખનીય છે કે, ટીવી સીરિયલ નાગિનથી મૌની રૉયે દર્શકો પર આગાવી છાપ છોડી, તેને નાગિન બનીને તહેલકો મચાવી દીધો, ફેન્સને પણ નાગિન અવતાર ખુબ પસંદ આવ્યો હતો. નાગિનના અવતારથી તે ઘરે ઘરે જાણીતી થઇ હતી. આ ઉપરાંત એક્ટ્રેસ ગૉલ્ડ અને મેઇ ઇન ચાઇના જેવી ફિલ્મોમાં પણ દેખાઇ ચૂકી છે.
મૌની રૉય હવે આલિયા અને રણબીરની સાથે બ્રહ્માસ્ત્રમાં દેખાશે.
થોડાક દિવસો પહેલા તેનુ ગીત 'બૈઠે બૈઠે યે ક્યાં હો ગયા' રિલીઝ થયુ છે, જેને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. આ ગીતમાં મૌની રૉયની સાથે અભિનેતા અંગદ બેદી પણ દેખાઇ રહ્યો છે. (Photos: Manav Mangalni)