In Pics: સોનાલી બેંદ્રે અને ગોલ્ડી બહલની લવ સ્ટોરી કોઈ ફિલ્મની કહાનીથી કમ નથી
બોલિવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રેની ગણતરી 90ના દાયકાની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. તે સમયે સોનાલીની સુંદરતાની સ્પર્ધામાં બીજી કોઈ હિરોઈન આવી પણ નહોતી શકતી. એ સમયે સોનાલીના ઘણા ચાહકો હતા. જોકે, તેણે ફિલ્મ નિર્માતા ગોલ્ડી બહેલ સાથે લગ્ન કર્યા હતા. આજે તમને જણાવી દઈએ કે કેવી છે સોનાલી અને ગોલ્ડીની લવ સ્ટોરી..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કપલની પહેલી મુલાકાત વર્ષ 1994માં ફિલ્મ 'નારાજ'ના સેટ પર થઈ હતી. ગોલ્ડીને પહેલી નજરમાં જ સોનાલી સાથે પ્રેમ થઈ ગયો હતો. ગોલ્ડી સોનાલીથી દૂર જવા માંગતો ન હતો. આ સ્થિતિમાં ગોલ્ડીએ ડિરેક્ટર મહેશ ભટ્ટ સાથે કામ કરવાનું શરૂ કર્યું.
ખાસ વાત એ છે કે, આ જ ફિલ્મમાં સોનાલી પણ કામ કરી રહી હતી. જોકે, બંને એકબીજા સાથે વાત કરતા શરમાતા હતા.
પછી એક દિવસ ગોલ્ડીની બહેને એક પાર્ટીમાં બંનેનો પરિચય કરાવ્યો. બંને પહેલા સારા મિત્રો બન્યા અને આ મિત્રતા ક્યારે પ્રેમમાં પરિણમી તે ખબર જ ન પડી.
1998માં ગોલ્ડીએ સોનાલીને પ્રપોઝ કર્યું હતું. સોનાલી પણ આ પ્રસ્તાવને નકારી શકી નહીં.
ગોલ્ડીએ સોનાલીને પ્રપોઝ કર્યાના 4 વર્ષ પછી બંનેએ લગ્ન કરી લીધા. આ નવેમ્બરમાં બંનેના લગ્નને 20 વર્ષ પૂર્ણ થશે.