Blouse Looks: સોનમ કપૂરના ટ્રેન્ડી બ્લાઉઝ ડિઝાઇન છે સ્ટાઇલિશ અને દિલકશ, તમે પણ કરી જુઓ ટ્રાય........
Latest Blouse Designs: બૉલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર દરેક લૂકમાં કમાલ લાગે છે, અને તેના લૂક્સથી ઇન્સ્પીરેશન લઇને આગળ લોકો આને રિક્રિએટ પણ કરે છે. તો આ સ્ટાઇલિશ બ્લાઉઝ ડિઝાઇન તમે પણ ટ્રાય કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોઇપણ બેસિક સાડી પર જો તમે સ્ટાઇલિશ અને ટ્રેન્ડી બ્લાઉઝ પહેરી લો, તો તેનો આખો લૂક જ બદલાઇ જાય છે. જેમ કે આ રીતથી સોનમ કપૂરે સિમ્પલ પ્લેન બ્લૂ સાડી પર સ્ટાઇલિશ બ્લાઉઝ કેરી કર્યુ છે. જે આગળથી હાઇ નેક છે અને પાછળથી ઉંધી વી શેપ કટ આપીને આખુ બેકલેસ છે. આ ખુબ સ્ટાઇલિશ લાગે છે.
કેપ સ્ટાઇલ બ્લાઉઝ આજકાલ બહુજ ચલણમાં છે, આનાથી તમે પોતાની સાડીને કેરી કર્યા બાદ ગળાની ઉપર એક કેપ એટેચ કરી લો. આનાથી એક એલીગન્ટ લૂક આવે છે.
જો તમારી પાસે કોઇ નાની પ્રિન્ટ વાળી જૉર્જેટ કે શિફૉનની સાડી છે, તો આના પ તમે સેમ તે જ સાડીનો બ્લાઉઝ બનાવી શકો છો. આ રીતના ફૂલ સ્લીવજ્ પફ બ્લાઉઝ ખુબ સ્ટાઇલિશ લાગે છે, અને આ તમને એક જેવો લૂક આપે છે.
જેકેટ સ્ટાઇલ બ્લાઉઝ પણ ખુબ અલગ અને સ્ટાઇલિશ લાગે છે. સોનમ કપૂર મોટાભાગે પોતાની સાડીની ઉપર જેકેટ પહેરે છે. જેમ કે આ બે પિક્ચરમાં જ તમે જોઇ લો, તેને એક સાડીમાં મેચ કરતુ જેકેટ પહેરેલુ છે, તો બીજામાં તેને મલ્ટીકલર હેવી જેકેટ કેરી કર્યુ છે.
ઓફ શૉલ્ડર બ્લાઉઝનુ ચલણ પણ આજકાલ બહુજ વધુ છે. આ તમારા લૂકને એન્હાન્સ કરે છે, અને ખુબ સ્ટાઇલિશ લાગે છે. તમે કોઇપણ બૉર્ડર વાળી સાડી પર નેટ કે પછી શિફૉનનું ઓફ શૉલ્ડર બ્લાઉઝ કેરી કરી શકો છો.