ફેમસ અભિનેત્રી મેહરીન પીરજાદાએ કોંગ્રેસના ક્યા નેતા કરી લીધી સગાઇ, લોકડાઉનમાં આ રીતે થઇ હતી મુલાકાત
સાઉથ એક્ટ્રેસ મેહરીન પીરજાદાએ કોંગ્રેસના નેતા ભવ્ય વિશ્નોઇ સાથે સગાઇ કરી લીધી છે. જયપુરમાં બંને પરિવારના સભ્યો અને કેટલાક મિત્રોની ઉપસ્થિતિમાં અંગેંજમેન્ટ સેરેમની યોજાઇ. તેમની સગાઇની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેહરીન પીરજાદાએ તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સગાઇની તસવીરો પોસ્ટ કરી છે. સગાઇની તસવીરમાં મેહરીન ખૂબસૂરત દેખાઇ રહી છે.
મેહરીને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભજનલાલના પૌત્ર, કોંગ્રેસના નેતા ભવ્ય વિશ્નોઇ સાથે જયુપુરના એક ભવ્ય મહેલમાં સગાઇ કરી
ભવ્યના પિતા કુલદીપ વિશ્નોઇ હરિયાણાના અદમપુરના ધારાસભ્ય છે. મહેરીન અને ભવ્યના લગ્ન સંપૂર્ણ પરંપરાગત રીતરિવાજ સાથે યોજાશે. લગ્નની તૈયારી મેહરીન ખુદ કરી રહી છે.
ભવ્ય અને મેહરીન બંનેની મુલાકાત લોકડાઉન દરમિયાન થઇ હતી. બંનેએ માર્ચમાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. લોકડાઉનમાં ભવ્ય સાથેના રિલશનશિપની વાત પણ મેહરીને સોશિયલ મીડિયા દ્રારા જાહેર કરી હતી.
મોડલ અને એક્ટ્રેસ રહી ચૂકેલી મેહરીને સાઉથની અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે, તે 2027માં ફિલોરી ફિલ્મમાં અનુષ્કા સાથે પણ જોવા મળી હતી. તેમણે કૃષ્ણા ગાડી વીરા પ્રેમા ગાઢાથી ટેલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.