સાંઇ પલ્લવીને સાદગી છે બેહદ પસંદ, તેના ઘરની અંદરની તસવીરો જોઇને આપ દંગ રહી જશો
'આદિપુરુષ' પછી હવે લોકોની નજર નિતેશ તિવારીની 'રામાયણ' પર છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલી 'રામાયણ'ને લઈને હવે તાજા સમાચાર સામે આવ્યા છે. આ વાંચીને સાઈ પલ્લવીના ફેન્સ ખુશ થઈ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે, આ તાજા સમાચાર આલિયા ભટ્ટના ચાહકોનું દિલ તોડી નાખશે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર, સાઈ પલ્લવી 'રામાયણ'માં રણબીર કપૂરની સામે સીતાની ભૂમિકા ભજવવા જઈ રહી છે. જ્યારે પહેલા આ રોલ માટે આલિયા ભટ્ટનું નામ ચર્ચાઇ રહ્યું હતું.
'સીતા'નું પાત્ર ભજવવા જઈ રહેલી સાઈ વાસ્તવિક જીવનમાં ખૂબ જ સાદું જીવન જીવે છે. અભિનેત્રીના આઉટફિટથી લઈને તેના ઘર સુધી, બધું ખૂબ જ સરળ અને સાદગીપૂર્ણ છે. ઘરનો આ વિસ્તાર સાંઈના ઘરનો ડાઈનિંગ એરિયા લાગે છે જેમાં એક સાદી ખુરશી મૂકવામાં આવી છે અને છત પર હેગિંગ લેમ્પ છે.
અભિનેત્રીના ઘરમાં એક નાનકડી લાઇબ્રેરી પણ છે, જેની પાસે એક બ્રાઉન રંગનો સોફા રાખવામાં આવ્યો છે, જે એકદમ સિમ્પલ છે. સામાન્ય રીતે સ્ટાર્સના ઘરનું ઈન્ટિરિયર એકદમ રોયલ હોય છે, પરંતુ સાઈના ઘરનો સોફા એકદમ સિમ્પલ લાગે છે.
આ અભિનેત્રીના ઘરનો બાલ્કની વિસ્તાર છે જ્યાંથી શહેરનો નજારો બહાર દેખાય છે. બાલ્કનીની બારી પર ટ્રાન્સપર્ન્ટ પડદા છે જે તેના રૂમની સુંદરતા વધારે છે.
સાઈને ડાન્સ કરવાનો ખૂબ જ શોખ છે. અભિનેત્રીએ તેના ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે, તે માધુરી દીક્ષિત અને ઐશ્વર્યા રાયના ડાન્સને ફોલો કરે છે. તમે આ તસવીરમાં સાંઈ માટે નૃત્યના મહત્વની ઝલક જોઈ શકાય છે. નટરાજની મૂર્તિ રાખેલી છે.
એક સફળ હિરોઈન હોવા છતાં, સાઈ પલ્લવી હંમેશા સિમ્પલ રહેવાનું પસંદ કરે છે. તમે ભાગ્યે જ કોઇ એવી અભિનેત્રીને જોઇ હશે તે તેના પિમ્પલ્સ શો કરે પરંતુ સાઇ પલ્લવી તેમના પિમ્પલ્સ હાઇડ કરતી નથી. તે મેકઅપ કરવાનું પણ પસંદ કરતી નથી. તે નેચરલ લૂક અને બ્યુટીમાં માને છે.