સુષ્મિતા સેન ફેન હતા રોહમન, ભૂલથી ઓપન થઇ ગયો સોશિયલ મીડિયામાં આ મેસેજ, ત્યારબાદ બની આ ઘટના
સુષ્મિતા સેન અને રોહમન શોલના રસ્તા હવે અલગ-અલગ થઇ ગયા છે. ત્રણ વર્ષની રિલેશનશિપ બાદ બનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. ફેન્સ માટે આ સમાચાર શોકિંગ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુષ્મિતા સેનની લવ સ્ટોરી પણ દિલચશ્પ છે. સુષ્મિતાનું દિલ કોઇ સ્ટાર કે સેલિબ્રિટી પર નહી પરંતુ એક ફેન પર જ ફિદા થઇ ગયું. રોહમન તેને સોશિયલ મીડિયામાં ફોલો કરતો હતો અને ખૂબ જ પસંદ કરતો હતો
આ સંબંધની શરૂઆત પણ સોશિયલ મીડિયાથી જ થઇ હતી. રોહમન તેને ફેન્સ તરીકે મેસજ કરતો હતો પરંતુ સુષ્મિતા કયારે તેના મેસેજનો જવાબ આપતી હતી કે ન તો રીડ કરતી હતી.
એકવાર ભૂલથી રોહમનો મેસેજ તેમણે ઓપન કરી દીધો અને રિપ્લાય પણ આપી દીધો. સુષ્મિતાને ભૂલ સમજાય તે પહેલા તો રોહમને આ મેસેજ રીડ કરી દીધો હતો.
રોહમને તેના મેસેજમાં લખ્યું હતું. સુષ્મિતાના મેસેજથી આજનો દિવસ સુધરી ગયો. તેથી તે ખુશીથી એકથી બીજી રૂમમાં ઉછળી રહ્યો છે. સુષ્મિતા સેનને આ મેસેજ ગમી ગયો અને ત્યારબાદ બંનેનો સોશિયલ મીડિયા પર વાતચીતનો સિલસિલો શરૂ થયો.રોહમને એક વખત સુષ્મિતાને તેનો ફૂટબોલ મેચ જોવા ઇન્વાઇટ કરી અને સુષ્મિતા પહોંચી ગઇ
બસ આ સમયથી બંને વચ્ચે રિલેશશિપનો સિલસિલો શરૂ થયો. બંનેની ઉંમરમાં 15 વર્ષનો તફાવત છે.બંનેની તસવીરો અનેક વખત સોશિયલ મીડિયા પર વાયરલ થતી હતી.
આ સંબંધ વિશે સુષ્મિતા સેને ખૂબજ સુંદર વાત કરી છે. “સંબંધ દોસ્તીથી શરૂ થયો હતો અને દોસ્તી કાયમ રહેશે. સંબંઘ પૂર્ણ થયો પરંતુ પ્રેમ કાયમ રહેશે”