Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ખેડૂતોને સમર્થન આપવા સિંધુ બોર્ડર પર પહોંચી આ એક્ટ્રેસ, તસવીરો શેર કરતાની સાથેજ લોકોએ કરી ટ્રોલ
કેટલાક યુઝરે કહ્યું કે, સ્વરા ખેડૂત આંદોલનમાં મફતનું ખાવા માટે પહોંચી છે તો કેટલાકે કહ્યું કે સ્વરાના પહોંચતાની સાથે જ ખબર પડી ગઈ છે કે આ બીજુ શાહીનબાગ છે. જો કે, કેટલાક લોકો સ્વરાના સમર્થનમાં પણ આવ્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્વરાએ ધરણા સ્થળ પર લીધેલી પોતાની કેટલીક તસવીરો શેર કરીને લખ્યું કે, “એક નમ્રતા આપવાનો દિવસ, પ્રદર્શનકારી ખેડૂતો અને વૃદ્ધોનું ધૈર્ય, સંકલ્પ અને દ્રઢતા જોવા માટે.” સ્વરાના આ પગલાની કેટલાક લોકો પ્રશંસા કરી રહ્યાં છે તો કેટલાક સવાલો ઉઠાવી રહ્યાં છે. (તસવીર-ટ્વીટર @ReallySwara )
નવી દિલ્હી: નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો છેલ્લા ત્રણ અઠવાડિયાથી પણ વધુ સમય દિલ્હી બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યાં છે. ખેડૂતોની માંગ છે કે આ કાયદાને પરત લેવામાં આવે છે. ખેડૂતોના આ આંદોલનને અનેક બોલિવૂડ હસ્તીઓ સમર્થન આપી ચૂકી છે. એવામાં એભિનેત્રી સ્વરા ભાસ્કર પણ ગુરુવારે સિંધુ બોર્ડર પર ખેડૂતોને પોતાનું સમર્થન આપવા પહોંચી હતી. (તસવીર-ટ્વીટર @ReallySwara )
સ્વારે કેટલીક તસવીરો પણ શેર કરી છે. જો કે તેની આ તસવીરોને લઈને તેને લોકો ટ્રોલ કરી રહ્યા છે. (તસવીર-ટ્વીટર @ReallySwara )
- - - - - - - - - Advertisement - - - - - - - - -