Taarak Mehta Ka Ooltah Chashmah: 'બબીતા જી' લક્ઝરી લાઈફસ્ટાઈલની શોખીન છે, મોંઘા વાહનોથી લઈને આલીશાન ઘર સુધીની માલિક છે
મુનમુન દત્તાએ ઝી ટીવીની સિરિયલ હમ સબ બારતીથી ડેબ્યૂ કર્યું હતું. આ પછી મુનમુને કમલ હાસનની મુંબઈ એક્સપ્રેસમાં કામ કર્યું. મુનમુનને સૌથી વધુ પ્રસિદ્ધિ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી મળી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુનમુન દત્તા પાસે ઘણા મોંઘા વાહનો છે. મુનમુન ટોયોટા ઇનોવા ક્રિસ્ટાથી મારુતિ સ્વિફ્ટ ડીઝાયર જેવા વાહનોની માલિક છે.
મુનમુને સૌથી પહેલા હોન્ડા મોબિલિયો કાર ખરીદી, જેની કિંમત 7.17 લાખથી 12.32 લાખની વચ્ચે છે.
મુનમુન પાસે એક ઈનોવા ક્રિસ્ટા કાર પણ છે, જેની કિંમત 23.33 લાખ છે. મુનમુન પાસે સ્વિફ્ટ ડીઝાયર કાર પણ છે, જેની કિંમત 5 થી 10 લાખની વચ્ચે છે.
મુનમુન દત્તાએ હાલમાં જ મુંબઈમાં એક લક્ઝુરિયસ ફ્લેટ ખરીદ્યો છે. મુનમુને દિવાળી પર પોતાના નવા ઘરની ઘણી તસવીરો પણ શેર કરી છે.
મુનમુન દત્તાને લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવવી ગમે છે. તે ઘરની સજાવટથી માંડીને તેના કપડાનું ખૂબ ધ્યાન રાખે છે.
મુનમુન દત્તાએ બબીતા જીના પાત્રથી લાખો ચાહકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.
મુનમુન દત્તા રીલ લાઈફ અને રીયલ લાઈફ બંનેમાં ગ્લેમરસ છે. મુનમુન દત્તા ઘણી વખત ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ માટે ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.
મુનમુન સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.