પાપા સૈફ સાથે નાના ભાઇને અને મમ્મીને મળવા હોસ્પિટલ પહોંચ્યો તૈમૂર, જુઓ તસવીરો
સમાચાર મળતા જ રણધીર કપૂર પણ દીકરી અને પૌત્રને મળવા હોસ્પિટલ પહોંચ્યાં હતા. 2016માં કરીનાએ તૈમૂરને જન્મ આપ્યો હતો. તૈમૂર હાલ 4 વર્ષનો છે. તૈમૂર નામને લઇને ઘણો વિવાદ સર્જાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતૈમૂર ક્યૂટ છે અને સોશિયલ મીડિયા સ્ટાર છે. તેમના વીડિયો અને ફોટોને લાખોની સંખ્યામાં લાઇક્સ મળે છે. હવે ફેન્સને તેના બીજા બાળકની ઝલકનો ઇંતેઝાર છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થઇ કે, કરીનાએ બાળકને જન્મ આપ્યો છે. બાળક અને પત્નીની સારસંભાળ માટે હાલ સૈફ અલી ખાને પણ કામમાંથી બ્રેક લીધો છે. ડિલીવરી પહેલા આ કપલ તેમના નવા ઘરમાં શિફ્ટ થયું હતું.
હોસ્પિટલ જતી વખતેની તસવીર તૈમૂરના પૈપરાજીએ ક્લિક કરી હતી. જે તસવીરો અમે આપના માટે અહીં દર્શાવી રહ્યાં છીએ.
કપૂર પરિવાર અને પટોડી પરિવારમાં બીજા બાળકના જન્મથી ખુશી છવાઇ ગઇ છે. આજે બેબોએ બેબી બોયને જન્મ આપ્યો. ગૂડ ન્યૂઝ મળતાં જ તૈમૂર પાપા સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -