રિયા ચક્રવર્તીએ ખાસ અંદાજમાં કર્યુ દિવાળીનુ સેલિબ્રેશન, સુશાંતના મોત બાદ ગયા વર્ષે ન હતી ઉજવી દિવાળી, જુઓ નવી તસવીરો........

Rhea Chakraborty Diwali Photos: બૉલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તીએ દિવાળીના પ્રસંગે સેલિબ્રેશનની કેટલીક ખાસ તસવીરો ફેન્સની સાથે શેર કરી છે. રિયાનો આ દિવાળી અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સામે આવેલી તસવીરોમાં રિયા લેંઘો પહેરીને તૈયાર થયેલી દેખાઇ રહી છે, અને સોફા પર બેસીને ફોટોશૂટ કરાવી રહી છે.

રિયા ચક્રવર્તીએ આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સની સાથે શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહના મોત બાદ રિયાએ ગયા વર્ષે દિવાળી ન હતી ઉજવી.
વળી, આ દિવાળી પર રિયા ચક્રવર્તીએ પોતાના પરિવારની સાથે સેલિબ્રેશન કર્યુ અને ખુબ ખુશ પણ દેખાઇ રહી છે.
બૉયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ રિયા ચક્રવર્તીને મોટો ઝટકો લાગ્યો હતો, જોકે, હવે રિયા પોતાના પરિવાર અને કેરિયર પર ફોકસ કરી રહી છે.
તમામ તસવીરો રિયા ચક્રવર્તીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.