Avneet Kaurની સ્ટાઈલનો નથી કોઈ તોડ, બ્લેક ફ્લોરલ પ્રિંટ ડ્રેસમાં આપ્યા ગ્લેમરસ પોઝ
અવનીત કૌરની ઉંમર માત્ર 20 વર્ષની છે, પરંતુ નાની ઉંમરમાં તે પોતાના સ્ટાઇલિશ લુકથી મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે. ફરી એકવાર કંઈક આવું જ જોવા મળી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅવનીત કૌર આ દિવસોમાં દુબઈમાં છે. દુબઈથી અવનીત કૌર પોતાની સુંદર વધુ તસવીરો શેર કરીને ચાહકોને ઘણી બધી અપડેટ આપી રહી છે.
તાજેતરમાં, અવનીત કૌરે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં તે બ્લેક ફ્લોરલ પ્રિન્ટનો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.
અવનીત કૌરે ખુલ્લા વાળ અને બૂટ સાથે પોતાનો લુક પૂરો કર્યો. લાલ લિપસ્ટિકે અવનીત કૌરના ગ્લેમરસ લુકમાં ઉમેરો કર્યો છે.
અવનીત કૌરની લેટેસ્ટ તસવીરોને બે લાખથી વધુ લાઈક્સ મળી છે. આના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે ચાહકોને તેની તસવીરો કેટલી પસંદ આવી રહી છે.
અવનીત કૌર સોશિયલ મીડિયા પ્રેમી છે, અને તેના ફોટો-વીડિયો શેર કરવાની કોઈ તક ચૂકતી નથી.