44 વર્ષની શ્વેતાનો બિકીની હૉટ અવતાર, ટૉન્ડ ફિગર જોઇને ફેન્સ બોલ્યા- ખરેખર અપ્સરા છો તમે....
Shweta Tiwari Bikini Look: સુંદર ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની કેટલીક તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે લાંબા સમય બાદ બિકીનીમાં જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી અવારનવાર પોતાના લૂક્સને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ તેનો 44મો જન્મદિવસ ઉજવ્યો. તેણે દુબઈમાં આની ઉજવણી કરી હતી. હવે તેણે આ સેલિબ્રેશનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તેનો બિકીની અવતાર જોવા મળ્યો હતો. નીચેની તસવીરો પર એક નજર...
આ તસવીરો શ્વેતા તિવારીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તસવીરોમાં અભિનેત્રીએ ચાહકોને તેના દુબઈ વેકેશનની ઝલક બતાવી હતી.
આ તસવીરોમાં શ્વેતા તિવારી તેના નજીકના મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. તેની તસવીરો હવે ઝડપથી વાયરલ થઈ રહી છે. કેટલીક તસવીરોમાં શ્વેતા તિવારી રેડ કલરના કૉ-ઓર્ડ સેટમાં પોઝ આપતી જોવા મળે છે. જેમાં તેનો લૂક જોવા જેવો છે.
કેટલાક ફોટામાં શ્વેતા બિકીની પહેરેલી જોવા મળી રહી છે. શ્વેતાએ ખુલ્લા વાળ અને આંખો પર ઘેરા ચશ્મા સાથે પોતાનો ખૂબસૂરત લૂક પૂર્ણ કર્યો છે. અભિનેત્રીની આ તસવીરો હવે ઈન્ટરનેટનું તાપમાન વધારી રહી છે.
આ સિવાય એક ફોટોમાં અભિનેત્રી સફેદ બ્રેલેટ સાથે મેચિંગ શોર્ટ્સ પહેરેલી જોવા મળી હતી. ચાહકોને આ લૂક એટલો પસંદ આવી રહ્યો છે કે થોડા જ સમયમાં તેના પર હજારો લાઈક્સ આવી ગઈ છે.
કૉમેન્ટ સેક્શનમાં ફેન્સ શ્વેતાના વખાણ કરતા જોવા મળ્યા હતા. એક યૂઝરે લખ્યું, 'બધા યંગ સ્ટાર્સ ફેલ થઈ ગયા..' બીજાએ લખ્યું, 'ખૂબસૂરત મમ્મી.' આ સિવાય ત્રીજાએ લખ્યું, 'તમે ખરેખર એક અપ્સરા છો.'