Birthday Celebration: પેરિસમાં Anushka Senએ મનાવ્યો પોતાનો 20મો જન્મ દિવસ, શેર કરી તસવીરો......
Anushka Sen Birthday Celebration Pics: ટીવી સ્ટાર અનુષ્કા સેને સોશ્યલ મીડિયા પર પોતાના બર્થડે સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. જે ખુબ વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ અનુષ્કા સેન (Anushka Sen) 4 ઓગસ્ટ, 2022એ 20 વર્ષની થઇ ગઇ છે.
તાજેતરમાં જ અનુષ્કા સેન પોતાનો 20મો જન્મદિવસ પોતાની પરિવાર સાથે મનાવ્યો છે. જેની તસવીરો ખુદ એક્ટ્રેસે શેર કરી છે, જેમાં એક્ટ્રેસ ખુબ ખુશ દેખાઇ રહી છે.
અનુષ્કા સેન પેરિસમાં પોતાની ફેમિલીની સાથે બર્થડે ટૂર પર ગઇ છે, વળી તેને ત્યાં જ પોતાનો બર્થડે મનાવ્યો છે, જેની તસવીરો હવે સામે આવી છે.
અનુષ્કા સેને ઇન્સ્ટાગ્રામ પર સિમ્પલ રીતે મનાવવામાં આવેલા પોતાના જન્મદિવસની તસવીરો શેર કરી છે.
આ તસવીરોને શેર કરતા અનુષ્કા સેને એક ખાસ કેપ્શન પણ આપ્યુ છે, જેમાં લખ્યું છે - બર્થડે સેલિબ્રેશન સતત......
તસવીરોમાં અનુષ્કા સેન ડેનિમ શૉર્ટ્સ અને વ્હાઇટ ટૉપમાં બહુજ ક્યૂટ લાગી રહી છે. તેને પોતાના લૂકને એક પેન્ડેન્ટ અને ખુલ્લા વાળથી પુરો કર્યો છે.
અનુષ્કા સેન નાના પદડાની સૌથી ક્યૂટ એક્ટ્રેસમાની એક છે, તેને ‘બાલવીર’, ‘ઝાંસી કી રાની’ અને ‘અપના ટાઇમ ભી આયેગા’ જેવા ટીવી શૉમાં કામ કર્યુ છે.
એટલુ જ નહીં અનુષ્કા સેન ‘ખતરો કે ખિલાડી 12’નો પણ ભાગ રહી ચૂકી છે. તાજેતરમાં જ તેનો શૉ ‘નૉટ જસ્ટ એ ચેટ શૉ’ પણ શરૂ થયો છે.