Pics: વિના બ્લાઉઝે સાડી પહેરીને આ એક્ટ્રેસે કરાવ્યુ બૉલ્ડ ફોટોશૂટ, જ્વેલરીની થઇ રહી છે ચર્ચા
મુંબઇઃ એક્ટ્રેસ સ્વાસ્તિકા મુખર્જીને દરેક કોઇ જાણે છે. બંગાળી ફિલ્મોની સાથે સાથે તેને બૉલીવુડમાં પણ પોતાની સફળતાને માથે ચઢાવી છે. સ્વાસ્તિકા મુખર્જી પોતાની રિયલ લાઇફમાં એકદમ બૉલ્ડ અને ગ્લેમરસ છે. સોશ્યલ મીડિયામાં તે અવારનવાર પોતાના વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. તેને હવે એક ખાસ તસવીરો શેર કરી છે, જેમાં તે ગ્રીન સાડીમાં જોરદાર લાગી રહી છે. ફેન્સને પણ આ તસવીરો ખુબ પસંદ આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્વાસ્તિકા મુખર્જીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના બૉલ્ડ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. જે ફેન્સને દિવાના બનાવી રહી છે. આ તસવીરોમાં તે ગ્રીન સાડીમાં દેખાઇ રહી છે, જેમાં તે ખુબ સુંદર લાગી રહી છે.
આ ફોટોશૂટની ખાસ વાત છે કે સ્વાસ્તિકા મુખર્જીએ આ વખતે પણ સાડીની સાથે બ્લાઉઝ નથી પહેરેલુ. સાડીની સાથે ઓક્સીડાઇઝ્ડ જ્વેલરી પહેરેલી દેખાઇ રહી છે.
વિના બ્લાઉઝની પણ સ્વાસ્તિકા મુખર્જી એકદમ સુંદર લાગી રહી છે. તેને એકદમ સરસ રીતે સાડીને કેરી કરી છે. તેને પોતાના લૂકને પુરો કરવા માટે નેકલેસ ઉપરાંત બાજુબંધ પણ પહેરેલુ છે.
સ્વાસ્તિકા મુખર્જી આ તસવીરોમાં એકદમ હૉટ અને સ્ટાઇલિશ લાગી રહી છે. તેના ફેન્સને પણ તેના ઓ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે. આ જ કારણ છે કે તેની આ તસવીર ખુબ વાયરલ થઇ રહી છે.
આ તસવીરોને શેર કરતા સ્વાસ્તિકા મુખર્જીએ કેપ્શનમાં લખ્યું- પોતાના હેન્ડલ્સને પ્રેમ કરો, આપણે એવા દેશમાં રહીએ છીએ જ્યાં ગ્લેમર ઇન્ડસ્ટ્રીના લોકો સુંદરતાને લઇને અવાસ્તવિક માપદંડ સેટ કરે છે, અને સમાજ પાસે આશા રાખવામાં આવે ચે કે લોકો તેને ફોલો કરે, આવા માપદંડો મારા માટે કોઇ મહત્વના નથી. દરેક સુંદર છે, આ કેપ્શનની પરિભાષા શોધો. આ તમારી પોતાની આસ્થા પર નિર્ભર છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સ્વાસ્તિકા મુખર્જી છેલ્લીવાર ફિલ્મ દિલ બેચારામાં દેખાઇ હતી.
સ્વાસ્તિકા મુખર્જી