પ્રાઇવેટ તસવીરો શેર કરતા પતિ રાજીવ સેન સાથે લડી હતી સુષ્મિતા સેનની ભાભી
પ્રાઈવેટ તસવીરો શેર કરવાને લઈને સુષ્મિતા સેનની ભાભીએ પતિ રાજીવ સેન સાથે ખૂબ ઝઘડો કર્યો હતો. ટીવી અભિનેત્રી ચારુ અસોપા અને સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન વચ્ચેના સંબંધો હંમેશા ચર્ચામાં રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં રાજીવ અને ચારુ એક સંબંધીના લગ્નમાં એકબીજા સાથે રોમેન્ટિક ડાન્સ કરતા જોવા મળ્યા હતા, છૂટાછેડાના સમાચાર અને જાહેરમાં એકબીજાની ટીકા કર્યા પછી બાદ પણ તેઓ ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
રાજી અને ચારુની 'વાઈન ડેટ' દરમિયાન તેણે પોતાની કેટલીક અંગત તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં ભારે હોબાળો થયો હતો. જોકે, ટૂંક સમયમાં તેણે આ તસવીરો પણ ડિલીટ કરી દીધી હતી.
આ તસવીરો શેર કરતી વખતે બંનેએ પોતપોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ક્વોરેન્ટાઇન ક્ષણને શ્રેષ્ઠ ગણાવી હતી. આ તસવીરોથી તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા.
ટ્રોલ થયા બાદ ચારુએ કહ્યું, 'મને આ સમજાતું નથી... જીવો અને જીવવા દો. આ સમયે લોકો ખૂબ જ નકારાત્મક બની ગયા છે.
જો કે આ પછી ચારુએ તસવીરો ડિલીટ કરી દીધી હતી. અને તેણે હવે ખુલાસો કર્યો છે કે સોશિયલ મીડિયા પર આ તસવીરો શેર કરવા માટે તેણીએ પતિ રાજીવ સેન સાથે ઝઘડો પણ કર્યો હતો.
ચારુએ કહ્યું કે તેણે રાજીવને આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવાની ના પાડી હતી. એક ઈન્ટરવ્યુમાં ચારુએ કહ્યું, 'અમે કોઈપણ તસવીર શેર કરતા પહેલા ચર્ચા કરતા નથી. અમને જે લાગે છે તે અમે શેર કરીએ છીએ. બાદમાં અમને ખબર પડી કે અમને ટ્રોલ કરવામાં આવ્યા છે.
આ પછી તેણે કહ્યું, 'પછી મેં રાજીવને કહ્યું હતું કે મે ના પાડી છતાં તે આ તસવીરો શેર કરી. જુઓ, હવે આપણે ટ્રોલ થઈ રહ્યા છીએ. ચારુએ ફરી કહ્યું, 'આના પર પ્રતિક્રિયા કરવાનો કોઈ અર્થ નથી. અજ્ઞાન એ પરમ આનંદ છે. અમે ફક્ત પ્રતિક્રિયા આપવાનું ટાળીએ છીએ. ચારુ અસોપા 'મેરે આંગને મેં' અને 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' જેવી ટીવી સિરિયલો માટે ખૂબ જ જાણીતી છે.