Chhavi Pandey Photos: રિયલ લાઇફમાં ખૂબ ગ્લેમરસ છે 'અનુપમા'ની 'માયા'
Chhavi Pandey Pics: આજે અમે તમને લોકપ્રિય ટીવી શો 'અનુપમા'માં અનુપમાની નવી શૌતન એટલે કે 'માયા'નો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશોમાં સાડી પહેરીને સિમ્પલ લુકમાં જોવા મળતી આ એક્ટ્રેસ રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે.
ટીવી શો અનુપમામાં સમર અને ડિમ્પલના લગ્નની વાર્તા ચાલી રહી છે. જેમાં અનુજ સાથે પાછી ફરેલી માયા અનુપમાને અનુજથી દુર રાખવા માટે રોજ નવા ષડયંત્ર રચે છે.
પરંતુ શું તમે જાણો છો કે શોમાં હંમેશા સાડી પહેરીને જોવા મળતી અભિનેત્રી છવી પાંડે રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે. જે પોતાની હોટ તસવીરો ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
ડેનિમ શોર્ટ્સ સાથે આ વન શોલ્ડર ટોપ પહેરીને છવી ખૂબસૂરત લાગી રહી છે.
છવીએ ઘણી વખત તેના બિકીની ફોટા પણ ફેન્સ સાથે શેર કર્યા છે.
બહુ ઓછા લોકો જાણે છે કે શોમાં પોતાની શાનદાર એક્ટિંગથી ફેન્સનું દિલ જીતનાર છવી એક સમયે સિંગર બનવા મુંબઈ આવી હતી.આ માટે છવીએ પોતાની સરકારી નોકરી પણ છોડી દીધી હતી.
વાસ્તવમાં જ્યારે તે એક સિંગિંગ શોમાં ઓડિશન માટે પહોંચી ત્યારે તેને એક્ટિંગની ઓફર મળી અને એક્ટ્રેસે એક્ટિંગમાં તેનું નસીબ અજમાવ્યું હતું.
નોંધનીય છે કે છવીએ અત્યાર સુધી 'બંધન', 'એક બૂંદ ઈશ્ક', 'યે હૈ આશિકી', 'સિલસિલા પ્યાર કા' જેવા શોમાં કામ કર્યું છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.