Photos: કોણ છે પૃથ્વી શૉની ગર્લફ્રેન્ડ નિધિ તપાડિયા, સુંદરતામાં એક્ટ્રેસને પણ આપે છે ટક્કર
ભારતીય ક્રિકેટર પૃથ્વી શો પ્રથમવાર પોતાની ગર્લફ્રેન્ડ નિધિ તપાડિયા સાથે જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યો હતો. બંને IFFA એવોર્ડ્સમાં સાથે જોવા મળ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIPLની 16મી સીઝનમાં નિષ્ફળ રહેનારા દિલ્હી કેપિટલ્સના ઓપનર પૃથ્વી શૉ તેની ગર્લફ્રેન્ડ નિધિ તપાડિયા સાથે અબુ ધાબીમાં IFFA એવોર્ડ શો દરમિયાન જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યો હતો
પૃથ્વી શૉએ નિધિ સાથેની એક પાર્ટી દરમિયાનની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી ત્યારથી તેમના સંબંધોને લઇને ચર્ચા ચાલી રહી હતી. આ ફોટો મિસ્ટ્રી ગર્લ તરીકે ચાહકોમાં ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો.
આ મિસ્ટ્રી ગર્લ બીજું કોઈ નહીં પણ અભિનેત્રી અને મોડલ નિધિ તપાડિયા હતી. વર્ષ 2016 માં કરિયરની શરૂ કરનાર નિધિએ ઘણા ટીવી શો તેમજ કેટલાક મ્યુઝિક આલ્બમ્સમાં કામ કર્યું છે.
નિધિએ સોની ટીવીના ફેમસ શો CIDમાં પણ કામ કર્યું છે. નિધિ મહારાષ્ટ્રના નાસિકની રહેવાસી છે. નિધિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 1 લાખથી વધુ છે.
નિધિએ ખૂબ જ નાની ઉંમરે અભિનય શરૂ કર્યો હતો. નિધિનો પ્રથમ વિડિયો આલ્બમ 4 વર્ષની ઉંમરે રિલીઝ થયો હતો. આ સાથે નિધિને પણ ખૂબ જ ઝડપથી ફેમસ થવાનો મોકો મળ્યો હતો.
પૃથ્વી શૉએ પહેલીવાર જાહેરમાં નિધિ સાથેના સંબંધોનો સ્વીકાર કર્યો છે. અગાઉ બંને સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ પર ઘણી વખત કોમેન્ટ કરતા હતા.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ