Dipika Shoaib Marriage Anniversary: પ્રેમ માટે બદલ્યો ધર્મ, ખૂબ રસપ્રદ છે દીપિકા-શોએબની લવ સ્ટોરી
ટીવી કપલ દીપિકા કક્કડ અને શોએબ ઈબ્રાહિમની લવ સ્ટોરી ખૂબ જ સુંદર છે. કપલની પાંચમી વેડિંગ એનિવર્સરી પર જાણો તેમની લવસ્ટોરી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદીપિકા કક્કડની તેના સપનાના રાજકુમાર એટલે કે શોએબ ઈબ્રાહિમ સાથે પહેલી મુલાકાત 2011માં શરૂ થયેલા ટીવી શો 'સસુરાલ સિમર કા'ના સેટ પર થઈ હતી. બંને પતિ-પત્ની તરીકે મુખ્ય ભૂમિકા ભજવતા હતા.
દીપિકા કક્કડ તે સમયે પરિણીત હતી. તેણે 2011માં જ રૌનક મહેતા નામની વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. તે જ સમયે શોએબે શોમાં પ્રેમના રોલ માટે ધીરજ ધૂપરને રિપ્લેસ કર્યો હતો.
દીપિકાની સેટ પર ધીમે-ધીમે શોએબ સાથે નિકટતા વધવા લાગી. જો કે બંનેએ પોતાના સંબંધો પર મૌન સેવ્યું હતું.
વર્ષ 2015ની વાત છે જ્યારે દીપિકા કક્કડે પતિ રૌનક મહેતાથી છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી અભિનેત્રીએ શોએબ સાથેના તેના સંબંધોને સત્તાવાર કરી દીધા.
દીપિકા કક્કડ 'બિગ બોસ'માં ગઈ હતી જ્યાં શોએબ ઈબ્રાહિમે તેને દુનિયાની સામે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું અને અભિનેત્રીએ હા પાડી હતી.
હંગામો ત્યારે થયો જ્યારે દીપિકા કક્કડે શોએબ સાથે લગ્ન માટે પોતાનો ધર્મ અને નામ બદલી નાખ્યું. તેણે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને પોતાનું નામ બદલીને ફૈઝા રાખ્યું.
પોતાના પહેલા પતિને છોડી દીધો, ધર્મ બદલ્યો, નામ બદલ્યું, દીપિકાએ શોએબ સાથે જીવન પસાર કરવા માટે ઘણા મુશ્કેલ પગલાં લીધા. ટીવીની સંસ્કારી વહુનું આ રૂપ જોઈને લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને તેણીને જોરદાર ટ્રોલ કરવામાં આવી હતી.
22 ફેબ્રુઆરી 2018ના રોજ લગ્નના બંધનમાં બંધાયેલા દીપિકા અને શોએબ આજે તેમના લગ્નની 5મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. આ દંપતી તેમના લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ છે અને અન્ય યુગલો માટે પ્રેરણા બની રહે છે. કપલ જલ્દી પેરેન્ટ્સ બનવા જઈ રહ્યું છે.