Shalini Divorce Photoshoot: તલાક બાદ આ એક્ટ્રેસે ફોટોશૂટ કરાવીને મનાવ્યો આઝાદીનો જશ્ન, યૂઝર્સ બોલ્યા - લગ્ન ખોટા વ્યક્તિ સાથે થાય તો.......
Shalini Divorce Photoshoot: આજકાલ તમે કેટલીય અભિનેત્રીઓને લગ્ન અથવા પ્રેગ્નન્સી ફોટોશૂટ કરાવતી જોઈ હશે, પરંતુ અહીં એક એવી અભિનેત્રીની તસવીરો વાયરલ થઇ છે, જેને પોતાના છૂટાછેડા એટલે કે ડિવૉર્સ ફોટોશૂટ કરાવ્યુ છે, આની તસવીરો પણ ખુબ વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ એક્ટ્રેસનું નામ છે ટીવી સ્ટાર શાલિની. શાલિનીએ તાજેતરમાં જ પોતાના ડિવૉર્સ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, એક્ટ્રેસ ડિવોર્સ ફોટોશૂટ કરીને આઝાદીની ઉજવણી કરી કરતી જોવા મળી રહી છે.
અભિનેત્રી શાલિનીએ ટીવી સીરિયલ 'મુલ્લમ મલરામ'થી ઘરે ઘરે પોતાની આગવી ઓળખ ઉભી કરી દીધી છે. એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ છે.
ખાસ વાત છે કે, એક્ટ્રેસ શાલિનીએ રિયાઝ નામની વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. આ બન્નેની એક પુત્રી રિયા પણ છે, પરંતુ હવે આ કપલ અલગ થઈ ગયું છે. શાલિનીએ તેના પતિ પર માનસિક અને શારીરિક ત્રાસ ગુજારવાનો પણ આરોપ લગાવ્યો હતો.
હવે શાલિનીએ રિયાઝ પાસેથી તલાક લઈ લીધા છે, અને તે પોતાના આ નિર્ણયથી એટલી ખુશ છે કે તેને એક ખાસ ડિવૉર્સ ફોટોશૂટ પણ કરાવ્યું છે.
આ ડિવૉર્સ ફોટોશૂટની તસવીરોને અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરી છે. જેમાં તે લગ્નની તસવીરો ફાડતી જોવા રહી છે.
બીજીબાજુ શાલિનીના આ ફોટોશૂટને જોઈને યૂઝર્સ ચોંકી રહ્યાં છે, અને તેની પૉસ્ટ પર જુદીજુદી રીતે કૉમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે તો કેટલાક તેની પ્રસંશા કરી રહ્યા છે.
શાલિનીની તસવીરો પર કૉમેન્ટ કરતાં એક યૂઝર્સે લખ્યું- આ નવો ટ્રેન્ડ ન ચલાવો.. કારણ કે તે સમાજ માટે ખોટું છે.. કૃપા કરીને તસવીરો ડિલીટ કરી દો..
જોકે, મોટાભાગના લોકો અભિનેત્રીને સપોર્ટ કરતા જોવા મળી રહ્યાં છે. શાલિનીના વખાણ કરતા એક યૂઝરે લખ્યું કે - 'જો લગ્ન ખોટા વ્યક્તિ સાથે હોય તો.. છૂટાછેડા ખોટા નથી.' આ સિવાય બીજા એકે લખ્યું કે - 'સુપર પાવર વુમનિયા..તમે ઘણા લોકોને પ્રેરણા આપી છે.'