ઐશ્વર્યા શર્માથી લઇને શૈલેષ લોઢા સુધી, અધવચ્ચે સુપરહિટ ટીવી શો છોડી ચૂક્યા છે આ ટીવી સ્ટાર્સ
ઐશ્વર્યા શર્મા ઉર્ફ પાખીએ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' શો છોડી દીધો છે. આ ટીવી શો ટીઆરપીના લિસ્ટમાં ટોપ 5માં હતો. જો કે, તેના સિવાય ઘણા લીડ સ્ટાર્સ શોને અધવચ્ચે જ છોડી ચૂક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં જ ઐશ્વર્યા શર્માએ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' શો છોડી દીધો છે. તે ‘પાખી’નું પાત્ર ભજવી રહી હતી. હવે ઐશ્વર્યા નવી તકો શોધી રહી છે અને આગળ વધવા માંગે છે.
2017 માં દિશા વાકાણીએ મેટરનિટી લીવ લઇને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને અલવિદા કર્યું હતું. પહેલા તો તેણીની વાપસી થવાની આશા હતી, પરંતુ 2022માં બીજી વખત માતા બન્યા બાદ દિશાએ હંમેશા માટે શો છોડી દીધો હતો.
'બડે અચ્છે લગતે હૈં 2'માં લોંગ લીપ આવવાના કારણે દિશા પરમાર અને નકુલ મહેતાએ શો છોડી દીધો હતો.
8 વર્ષ સુધી 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં અક્ષરા બન્યા બાદ હિના ખાને શોને અલવિદા કરી દીધો હતો. તે અક્ષરાના પાત્રમાંથી બહાર નીકળવા માંગતી હતી. પછી તેણે 'બિગ બોસ 11'માંથી પોતાની ઈમેજ બદલી હતી.
શૈલેષ લોઢાએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'તારક મહેતા'નું પાત્ર ભજવ્યું હતું. તેણે ગયા વર્ષે જ શો છોડી દીધો હતો. શોના નિર્માતા અસિત મોદી સાથે તેમનો વિવાદ ચાલી રહ્યો છે.
'કુમકુમ ભાગ્ય'માં અભિ અને પ્રજ્ઞા બનેલા શબ્બીર અહલુવાલિયા અને સૃતિ ઝાએ શો છોડી દીધો હતો. શબ્બીરે 'રાધા મોહન'માં કામ કરવાનું શરૂ કર્યું અને સૃતિ 'ખતરો કે ખિલાડી 12'માં જોવા મળી હતી.
5 વર્ષથી 'કુંડલી ભાગ્ય'માં કરણના પાત્રમાં જોવા મળેલા ધીરજ ધૂપરે ગયા વર્ષે પણ શો છોડી દીધો હતો. આ પછી તે 'ઝલક દિખલા જા 10'માં જોવા મળ્યો હતો.
ગશ્મીર મહાજનીને 'ઇમલી'થી લોકપ્રિયતા મળી હતી. ‘ઇમલી’ સાથેની તેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી, પરંતુ અભિનેતાએ અચાનક શો છોડી દીધો હતો. રિપોર્ટ્સ અનુસાર, મેકર્સ તેમની કેટલીક શરતોને સ્વીકારી રહ્યા ન હતા.