Shweta Tiwariના ગ્લેમરસ લૂકે ઉડાવ્યા હોશ, તસવીરોમાં 'અપરાજિતા'નો આ લૂક કરી દેશે તમને મદહોશ
Shweta Tiwari Pics: શ્વેતા તિવારીનો ટીવી શૉ 'મૈં હૂં અપરાજિતા' આજકાલ નાના પડદા પર ધમાલ મચાવી રહ્યો છે. હાલમાં એક્ટ્રેસની ગ્લેમરસ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'મૈં હૂં અપરાજિતા' ટીવી શૉમાં શ્વેતા તિવારી (Shweta Tiwari) ત્રણ દીકરીઓની સિંગલ મધરની ભૂમિકા નિભાવી રહી છે, એક્ટ્રેસનો આ શૉ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.
40ની ઉંમર પાર કરી ચૂકેલી શ્વેતા તિવારી પોતાની બ્યૂટી અને ફિટનેસના કારણે ખુબ ચર્ચામાં રહે છે. સોશ્યલ મીડિયા પર તમને તેની ગ્લેમરસ તસવીરો જોવા મળી જશે.
તાજેતરમાં જ એક્ટ્રેસે બૉડીકૉન ડ્રેસમાં પોતાની સ્ટનિંગ તસવીરો શેર કરી છે, જે ફેન્સને દિવાની બનાવી રહી છે. તેના કિલર પૉઝ પણ આ તસવીરોમાં કમાલના લાગી રહ્યાં છે.
'આને વાલા પલ' ટીવી શૉથી શ્વેતા તિવારીએ પોતાના અભિનય કેરિયરની શરૂઆત કરી હતી. વળી, 'કસૌટી જિંદગી કે' શૉથી તેને ઘરે ઘરે ઓળખ મળી.
જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો અપલોડ કરે છે ત્યારે તે ઝડપથી વાયરલ થઈ જાય છે.
એક્ટ્રેસ દિવસેને દિવસે યુવાન થઈ રહી છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને અભિનેત્રીની ઈન્સ્ટાગ્રામ પર પણ જબરદસ્ત ફેન ફોલોઈંગ છે.
એક્ટ્રેસ શ્વેતા તિવારી બિગ બૉસ સિઝન 4ની વિજેતા રહી છે, આ ઉપરાંત તેને તમામ ટીવી શૉ, ભોજપુરી અને બૉલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. 'મદહોશી' ફિલ્મથી શ્વેતા તિવારીએ બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ, જોકે આ ઇન્ડસ્ટ્રીમાં તેને ખાસ ઓળખ ના મળી શકી.
ઉલ્લેખનીય છે કે, શ્વેતા તિવારીએ જાણીતી ટીવી સીરિયલ 'કસૌટી જિંદગી કી' થી ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. 'કસૌટી જિંદગી કી' સીરિયલથી શ્વેતા તિવારીને ઘરે ઘરે લોકપ્રિયતા મળી હતી.
42 વર્ષીય એક્ટ્રેસ શ્વેતા હાલમાં બે દીકરીઓના માં છે, શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી હવે બૉલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. પલક તિવારી સલમાન ખાની ફિલ્મ 'કિસી કા ભાઇ કિસી કી જાન'માં દેખાશે.