Hina Khan Net Worth: ટીવીની સૌથી મોંઘી હિરોઇન છે હિના ખાન, દર મહિને કમાય છે લાખો રૂપિયા
Hina Khan Net Worth: જ્યારે હિના ખાને ફેન્સને તેના બ્રેસ્ટ કેન્સર વિશે જાણકારી આપી હતી. ત્યારથી બધાએ તેની સુરક્ષા માટે પ્રાર્થના કરવાનું શરૂ કરી દીધું છે. દરમિયાન અમે તમને અભિનેત્રીની કમાણી અને નેટવર્થની જાણકારી આપી રહ્યા છીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિના ખાન છેલ્લા ઘણા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે. ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં 'અક્ષરા'નો રોલ નિભાવનારી હિના ખાન તેના લુક અને ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ હાલમાં અભિનેત્રી પોતાની બીમારીને લઈને સમાચારોમાં છે. હાલમાં જ હિનાએ સોશિયલ મીડિયા દ્વારા બધાને જાણ કરી હતી કે તે બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજમાં છે અને તેની સારવાર ચાલી રહી છે.
જમ્મુ-કાશ્મીરની રહેવાસી હિના ખાન કાશ્મીરી મુસ્લિમ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જેણે ગુડગાંવથી MBA કર્યું છે. પરંતુ ભાગ્ય તેને અભિનયની દુનિયામાં લઈ આવ્યું
બહુ ઓછા લોકો જાણતા હશે કે હિના ખાને વર્ષ 2008માં 'ઈન્ડિયન આઈડલ' માટે ઓડિશન આપ્યું હતું પરંતુ ટોપ 30માં પહોંચ્યા બાદ તે શોમાંથી બહાર થઈ ગઈ હતી.
આ પછી હિના ખાને 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' માટે ઓડિશન આપ્યું અને રોલ મળ્યો હતો. અહીંથી અભિનેત્રીની સફળતાની સફર શરૂ થઈ અને તેને દરેક ઘરમાં ઓળખ મળી.
હિના ખાને આ શોમાં 'અક્ષરા'નો રોલ કર્યો હતો. જેના માટે અભિનેત્રી એક એપિસોડ માટે 1 થી 1.5 લાખ રૂપિયાથી વધુ ચાર્જ લેતી હતી. જ્યારે આજે અભિનેત્રી એક એપિસોડ માટે 2 લાખ રૂપિયાથી વધુ ફી લે છે.આટલું જ નહીં, હવે ટીવીની સૌથી મોંઘી હિરોઈનોની યાદીમાં હિના ખાનનું નામ ટોપ પર આવે છે. રિપોર્ટ્સનું માનીએ તો હિના દર મહિને 35 લાખ રૂપિયા કમાય છે.નેટવર્થની વાત કરીએ તો હિના ખાનની કુલ સંપત્તિ 52 કરોડ રૂપિયા છે. મુંબઈમાં તેમનું પોતાનું એક આલિશાન ઘર પણ છે.