ટીવીની લોકપ્રિય સીરિયલ ‘લક્ષ્મી ઘર આઇ’માં હવે એન્ટ્રી કરશે આ હૉટ એક્ટ્રેસ, ને બદલાઇ જશે આખી કહાની, જાણો શું છે......
મુંબઇઃ ટીવીની જાણીતી એક્ટ્રેસ કવિતા કૌશિક (Kavita Kaushik)ના ફેન્સ માટે એક ખુશખબરી છે. ઉલ્લેખનીય છે કે, બિગ બૉસ 14માં દેખાયા બાદ હવે કવિતા કૌશિક બહુ જલ્દી ટીવીના જાણીતા શૉ 'લક્ષ્મી ઘર આઇ' (Lakshmi Ghar Aayi)માં એન્ટ્રી કરવા જઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુત્રોનુ માનીએ તો લક્ષ્મી ઘર આઇ શૉમાં કવિતા કૌશિકની એન્ટ્રી થતાં જ કહાનીમાં એક નવો ટ્વીસ્ટ અને ટર્ન આવશે.
બતાવવામાં આવી રહ્યું છે કે, શૉ માટે કવિતા કૌશિકનો લૂક ટેસ્ટ લગભગ ફાઇનલ થઇ ગયો છે. કવિતા કૌશિક શૉમાં બક્સા મૌસી (જ્વાલા દેવીની બહેન)ની ભૂમિકા નિભાવશે. જોકે, ગણેશ ચતુર્થી ટ્રેકનો ભાગ હશે.
વળી, આ ખબરની પુષ્ટી કરતા, કવિતા કૌશિકે બતાવ્યુ કે, હું નિર્માતા નીલિમાં વાજપેયી અને શ્યામશીષ ભટ્ટાચાર્યની સાથે કામ કરતાં બહુજ ખુશ છું. કેમ કે તેમના કામ માટે મારા મનમાં બહુજ સન્માન છે.
સાથે જ તેને કહ્યું- મને પસંદ છે કે મારો રૉલ શૉની કહાની માટે શું કરશે, આ બહુજ મસાલાદાર અને પ્રગતિશીલ ચરિત્ર છે. હું આ અદ્રૂત ટીમનો ભાગ બનવા માટે ઇન્તજાર નથી કરી શકતી.
આ છે શૉની કહાની - ઉલ્લેખનીય છે કે આ શૉની કહાની મૈથલી તિવારીના જીવનની આસપાસ ફરી રહી છે, જે દહેજનો શિકાર થઇ જાય છે. જ્યારે મૈથલીએ રાઘવ સાથે લગ્ન કર્યા છે, અને દહેજની માંગ પર પોતાના પરિવારને સબક શીખવાડવા માટે તેના ઘરમાં પ્રવેશ કર્યો છો. ત્યારથી શૉમાં ફૂલ-ઓન ડ્રામા જોવા મળી રહ્યો છે. જ્યાં મૈથલી અને રાઘવના લગ્ન માત્ર એક ડીલ છે. વળી, બન્નેને એકબીજા માટે ફિલિંગ્સ પણ છે, જોકે, તે એકબીજાને નફરત કરવાનુ નાટક કરી રહ્યાં છે.
કવિતા કૌશિક