આ વખતના બિગ બૉસમાં શોધી શોધીને લવાયા છે સ્પર્ધકો, લિસ્ટમાં જુઓ કોણે લીધી બિગ બૉસના ઘરમાં એન્ટ્રી
મુંબઇઃ બિગ બૉસ 15માં આ વખતે સ્પર્ધકોમાં કેટલાક ખાસ નામો જોડાયા છે, જે બધાને ચોંકાવી શકે છે. બિગ બૉસ સિઝન 15માં જય ભાનુશાળી પણ આવ્યા છે. જય જાણીતા એક્ટર અને ટીવી હૉસ્ટ છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિશાલ કોટિયાન પણ એક્ટર છે, જેને ટીવીમાં ખુબ કામ કર્યુ છે. આ સલમાન ખાનનો મોટો ફેન છે, અને ભાઇજાન આનાથી ખુબ ઇમ્પ્રેસ છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
તેજસ્વી પ્રકાશના ચુલબુલપનના ઘરે આવતા જ દરેકના દિલ જીતી લીદુ છે. પોતાની વાતોથી તેને સલમાન ખાનનુ પણ મનોરંજન કર્યુ. (તસવીરો - સોશ્યલ મીડિયા)
સાહિલ શ્રોફ એક મૉડલ છે અને બિગ બૉસ 15માં કિસ્મત અજમાવવા આવ્યો છે. સલમાનનુ માનવુ છે કે આ જે સ્ટ્રેટેજી બનાવીને આવ્યા છે, તેમાં તે ખુદ જ ફસાઇ જશે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
ટીવી ઇન્ડસ્ટ્રીના હેન્ડસમ હન્ક કરણ કુન્દ્રા વિશે અમે શું કહીએ. તેની ફેન ફોલોઇંગ જ તેની પૉપ્યૂલારિટી વિશે બધુ બતાવી દે છે. હવે આ બિગ બૉસ 15માં ધમાલ કરશે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
ઇશાન સહગલ..... આને તો ઘરમાં આવતા જ લઇ લીધો છે પંગો.... સ્ટેજ પર જ ઉમર રિયાઝ સાથે તેની તીખી પ્રતિક્રિયા ચર્ચામાં છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
તિતલિયા ગીતથી રાતોરાત જાણીતી થયેલી અફસાના ખાન પોતાનુ લગ્ન છોડીને બિગ બૉસના ઘરમાં આવી છે. આના નવેમ્બરમાં લગ્ન થવાના હતી. (તસવીરો - સોશ્યલ મીડિયા)
રિયાલિટી શૉના રાજા સિમ્બા નાગપાલ હવે બિગ બૉસમાં કિસ્મત અજમાવવામા આવ્યા છે, અને કેટલા પાણીમાં છે તે જલદી ખબર પડી જશે.(તસવીરો - સોશ્યલ મીડિયા)
સુંદરતાની મલિકા ડૉનલ બિષ્ટ, ઘરમાં એન્ટ્રી પહેલા જ ડોનલ બિ્ષ્ટે સ્ટેજ પર જોરદાર ગ્લેમર અને ડાન્સનો તડકો લગાવ્યો.(તસવીરો - સોશ્યલ મીડિયા)
અકસા સિંહ સિંગર અને સૉન્ગ રાઇટર છે. આ વિશે સિંગરથી લઇને મૉડલ અને એક્ટર સુધી શૉમાં પહોંચ્યા છે. આવામાં અક્સા શું કમાલ કરે છે તે જોવાનુ રહ્યુ. (તસવીરો - સોશ્યલ મીડિયા)
આસિમ રિયાઝના ભાઇ ઉમર રિયાઝ હવે બિગ બૉસ 15માં ભાગ લેવા આવ્યા છે. ભાઇની જેમ આ કમાલ કરશે કે નહીં તે સમય બતાવશે. (તસવીરો - સોશ્યલ મીડિયા)